- હિમાચલ પ્રદેશના મુખ્યપ્રધાન જયરામ ઠાકુરનો ઘટસ્ફોટ
- ચીન ભારતની સાથે જોડાયેલી તિબેટ સરહદ પર બાંધકામ વધારી રહ્યું છે
- આ જાણકારી કેન્દ્ર સરકારને આપવામાં આવશે
નવી દિલ્હી: લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ચાલુ છે ત્યારે હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાણકારી આપતા કહ્યું છે કે, ચીન ભારતની સાથે જોડાયેલી તિબેટ સરહદ પર બાંધકામ વધારી રહ્યું છે. આ જાણકારી કેન્દ્ર સરકારને આપવામાં આવશે.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ઘટસ્ફોટ કર્યો હતો કે, ચીન તિબેટ સાથે જોડાયેલી ભારતની સરહદ પાસે મોટા પ્રમાણમાં બાંધકામ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારને અમે આ અંગેની જાણકારી આપીશું. આ ઉપરાંત ચીને ભારતથી વધુ ઉંચાઇ પર સડક માર્ગેથી નજર રાખવાની પ્રવૃત્તિ પણ શરૂ કરી દીધી છે.
સાથે જયરામ ઠાકુરે એમ પણ કહ્યું હતું કે ગત વર્ષે ચીની હેલિકોપ્ટરો દ્વારા રાજ્યની હવાઇ સરહદોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સરહદ નજીક રોડ બાંધકામ સહિત નિર્માણ કામની જાણકારી મળી હતી જે બાદ મે સરહદની મુલાકાત પણ લીધી હતી. ગત વર્ષે એપ્રીલ મહિનાથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે.
જોકે બન્ને વચ્ચે વાતચીતનું પ્રમાણ વધતા હાલ શાંતિની સિૃથતિ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. એવામાં હવે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું છે કે ચીન હિમાચલ નજીક તિબેટ સરહદે બાંધકામ કરી રહ્યું છે.