- મેહુલ ચોક્સીને ભઆરત લવાશે
- ઈડી અને સીબીઆઈની ટીમ ડોમિનિકા પહોંચી
દિલ્હીઃ-ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને ભારત પાછો લાવવા કેન્દ્રીય એજન્સીઓની છ સભ્યોની તેજ ટીમ ડોમિનિકા પહોંચી છે. સીબીઆઈ, ઇડી અધિકારીઓની ટીમનું નેતૃત્વ સીબીઆઈ અધિકારી શારદા રાઉત કરી રહ્યા છે.. જો કેરેબિયન અદાલત ચોક્સીને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપે છે, તો આ ટીમ તેને ભારતમાં પાછો લાવશે.
ઉલ્લેખનીય છે કે ચોક્સી ત્યાંથી નાગરિકતા સાથે 2018 થી એન્ટિગુઆમાં સ્થાયિ થયો છે. તે આ વર્ષે 23 મેના રોજ એન્ટિગુઆ અને બાર્બુડાથી રહસ્યમય રીતે ગાયબ થયો હતો. બાદમાં ગેરકાયદેસર રીતે ડોમિનિકામાં પ્રવેશ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી.
વિતેલા અઠવાડિયે જ ચોક્સી વિરુદ્ધ દસ્તાવેજી પુરાવા સાથે એક જેટ ભારતમાંથી મોકલવામાં આવ્યું હતું. તેને કોર્ટમાં સુનાવણી દરમિયાનકોને રજૂ કરવામાં આવશે અને કોર્ટને કહેવામાં આવશે કે તે ભારતનો નાગરિક છે અને બેંકમાં છેતરપિંડી કરીને ત્યાંથી ભાગી ગયો છે.
ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સી તેની ગર્લફ્રેન્ડને બોટ દ્વારા ડોમિનિકા કંઈક કામથી લઈ ગયો હતો, ત્ દરમિયાન ત્યાથી પોલીસે તેની ધર પકડ કરી હતી. આ દાવો એન્ટિગુઆ અને બાર્બુડાના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉનેએ એક રેડિયો ઇન્ટરવ્યુમાં કર્યો હતો. ત્યારે હવે ચોક્સીને પરત લાવવા ઈડી અને સીબીઆઈની ટિમ ત્યા પહોંચી ચૂકી છે,જો મંજુરી મળશે તો તેને ભારત લાવવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે ડોમિનીકાની સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ ચોકસીને ભારતના પ્રત્યાર્પણ કરી શકે છે કારણ કે તે કોર્ટના વિપરીત આદેશ હોવા છતાં પણ ભારતીય નાગરિક છે.
એન્ટિગુઆ મીડિયાના અહ્વાલ મુજબ બ્રાઉને કહ્યું કે અમને એવી માહિતી મળી છે કે મેહુલ ચોક્સી સંભવત: ડિનર પર અથવા તેની ગર્લફ્રેન્ડ સાથે થોડો સમય ડોમિનિકા જઈ રહ્યો હતો અને તે પકડવામાં આવ્યો હતો. તે નાગરિક તરીકે એન્ટિગુઆમાં હતો અને અમે તેને પ્રત્યાર્પણ કરી શક્યા નહીં.