- તમે આધાર કાર્ડ ખોવાઇ જાય તો રજીસ્ટર્ડ નંબર વગર પણ મેળવી શકો છો
- તમે મોબાઇલ નંબર વિના પણ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો
- તે માટે તમારે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરવા પડશે
નવી દિલ્હી: સાંપ્રત સમયમાં આધાર કાર્ડને ખૂબ જ મહત્વનો પૂરાવો માનવામાં આવે છે. મોટા ભાગના સરકારી કામકાજમાં પણ તેની આવશ્યકતા સૌથી પહેલા રહે છે. આ સમયે જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય તો સમસ્યા સર્જાઇ શકે છે. જો કે હવે તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય અને તમને તમારો રજિસ્ટર્ડ નંબર યાદ નથી તો ચિંતામુક્ત રહો. તમે રજીસ્ટર્ડ નંબર વગર પણ તેને ડાઉનલોડ કરી શકો છો.
હવે જો તમારું આધાર કાર્ડ ખોવાઇ જાય અને તમને રજીસ્ટર્ડ નંબર પણ યાદ નથી તો ચિંતા કરવાની જરૂર નથી. UIDAIએ ગ્રાહકો માટે એક ખાસ સુવિધા આપી છે. તમે હવે મોબાઇલ નંબર વગર પણ આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો.
આ સ્ટેપ્સ ફોલો કરીને ડાઉનલોડ કરો તમારું આધાર કાર્ડ
- સૌથી પહેલા તો UIDAIની વેબસાઈટ uidai.gov.in પર લોગઈન કરો.
- હવે અહીં My Aadhaarની પસંદગી કરો.
- હવે Order Aadhaar Reprint પર ક્લિક કરો.
- આ પછી 12 અંકનો આધાર નંબર કે 16 અંકનો VID નંબર ભરો અને સિક્યોરિટી કોડ નાંખો.
- આ પછી ‘My Mobile number is not registered’ ઓપ્શન પર ક્લિક કરો.
- જો તમારો મોબાઈલ નંબર આઘાર સાથે લિંક નથી તો Send OTP પર ક્લિક કરો.
- નિયમ અને શરતોની સામે બોક્સ પર ચેક ઈન કરો.
- હવે સબમિટ બટન પર ક્લિક કરો.
- ઓથેન્ટટિફિકેશન પછી કમ્પ્યુટરના મોનિટર પર ‘Preview Aadhaar Letter’ આવશે.
- તેની પછી ઈ-આધાર ડાઉનલોડ માટે પેમેન્ટ કરો.
- તમને ઈ – આધારની પીડીએફ મળશે તેને ડાઉનલોડ કરો.
UIDAI અનુસાર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર હોવો આવશ્યક નથી. જેમની પાસે પોતાનું આધાર કાર્ડ અને સાથે રજીસ્ટર્ડ નંબર પણ નથી તે UIDAIની વેબસાઇટ uidai.gov.in પર લોગઇન કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.
નોંધનીય છે કે કાર્ડની સેફ્ટીને ધ્યાનમાં રાખતા UIDAIએ આધાર પીવીસી કાર્ડની શરૂઆત કરી હતી. કોઇપણ આધાર કાર્ડ ધારક UIDAIની વેબસાઇટથી નવું PVC કાર્ડ ઓર્ડર કરી શકે છે.