- રાહુલ ગાંધીએ પ્રાઇડ મંથને લઇને શુભકામનાઓ પાઠવી
- રાહુલ ગાંધીએ લખ્યું કે, પ્રેમ એ પ્રેમ હોય છે
- રાહુલ ગાંધીએ LGBT કોમ્યુનિટીને કર્યું સમર્થન
નવી દિલ્હી: પ્રાઇડ મંથને લઇને કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકોને શુભકામનાઓ પાઠવી છે. રાહુલ ગાંધીએ આ ખાસ પ્રસંગે ઇન્સ્ટાગ્રામ પર રેનબો ફ્લેગની સાથે લખ્યું છે કે, શાંતિપૂર્ણ વ્યક્તિગત વિકલ્પોનું સન્માન કરવું જોઇએ. પ્રેમ એ પ્રેમ છે. દેશમાં આવું પ્રથમવાર થયું છે જ્યારે કોઇ નેતાએ LGBT કોમ્યુનિટીને લઇને સોશિયલ મીડિયા પર શુભકામનાઓ પાઠવી હોય.
પ્રાઇડ મંથ પર રાહુલ ગાંધીએ કરેલી આ પોસ્ટને ખૂબ જ બહોળુ સમર્થન પ્રાપ્ત થઇ રહ્યું છે. લોકોએ રાહુલ ગાંધીના વિચારોનું સન્માન કર્યું છે. રાહુલ ગાંધીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની સાથે જ કૉંગ્રેસે પણ પોતાના ટ્વીટર એકાઉન્ટના માધ્યમથી લોકોને પ્રાઇડ મંથની શુભકામનાઓ પાઠવી છે. કોંગ્રેસે પોતાના અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પર રેનબો ફ્લેગની સાથે લખ્યું છે કે, પ્રેમ એ પ્રેમ હોય છે. તમામ ભારતવાસીઓને પ્રાઇડ મંથની શુભકામનાઓ.
મહત્વનું છે કે, પ્રાઇડ મંથના ખાસ અવસરે સર્ચ એન્જિન ગૂગલે બે જૂને અમેરિકન કાર્યકર્તા ફ્રેંક કમિનીને પોતાનું ડૂડલ સમર્પિત કર્યું હતું. ફેક સમલૈંગિક હતા અને તેમને સમાજ તરફથી ખરાબ અનુભવોનો સામનો કરવો પડ્યો હતો.