દિલ્હીઃ હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. દેશમાં ભાગ્ય જ એવુ ઘર હશે જ્યાં તુલસીનો છોડ ન હોય. તુલસીનો છોડ જેટલો પવિત્ર છે તેટલો જ ગુણકારી છે. તુલસીના અનેક પ્રકાર જોવા મળે છે. શ્યામ તુલસી, રામ તુલસી, વિષ્ણુ તુલસી, વન તુલસી, નીંબૂ તુલસી. તુલસીના આ પાંચેય પ્રકારના જુદા-જુદા ફાયદા છે.
- તુલસી એક એન્ટીઓક્સિડેન્ટ છે તુલસીના અર્કના રસને પાણીમાં નાખીને પીવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે. તુલસીના અર્કને એક લીટર પાણીમાં નાખીને થોડા સમય બાદ તેનું સેવન કરવું જોઈએ.
- એન્ટી-ફ્લૂનું કામ કરતી ગુણકારી તુલસી તાવ, ફ્લૂ, સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, શરદી, ખાંસી, પ્લેગ, મેલેરિયા જેવી બીમારીમાં રાહત આપે છે.
- તુલસી એન્ટી-બાયોટિક તરીકે પણ કામ કરે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાથી શરીરમાં હાનિકારક તત્વો બહાર નીકળે છે.
- તુલસીમાં એન્ટી-ઈફ્લેમેન્ટ્રીના તત્વો ભરપૂર હોય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી રેડ બ્લડ સેલ્સનો શરીરમાં વધારો થાય છે.
- જાણતારોના મત અનુસાર ગર્ભવતી મહિલાઓને ઉલટીની પરેશાની થાય છે. ત્યારે તુલસી લાભકારી સાબિત થાય છે.
- મધ સાથે તુલસીનું સેવન કરવાથી શરદી-ખાંસી અને ગળામાં દુઃખાવાની સમસ્યામાંથી છુટકારો મળે છે.
- મોઢામાંથી આવતી દૂર્ગંધથી તુલસીના ઉપયોગથી છુટકારો મળે છે. આ ઉપરાંત દાંતમાં દુઃખાવો અને મસૂડોમાંથી લોહી નીકળવાની સમસ્યામાં પણ રાહત મળે છે.
- જાણકારોના મતે તુલસીને શરીર ઉપર લગાવવાથી મચ્છરોથી બચી શકાય છે.
- કોઈ પણ ઈજા ઉપર તુલસીનો રસ લગાવવાથી સંક્રમણથી બચી શકાય છે.
- કાનમાં દુઃખાવો થતો હોય તો તુલસીનો રસ કાનમાં નાખવાથી દુઃખાવામાં રાહત મળે છે.