1. Home
  2. ગુજરાતી
  3. ગ્રીન એનર્જી હબ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ, સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડસોલર પ્રોજેક્ટ્સ માટે પીપીએ કરાયા
ગ્રીન એનર્જી હબ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ, સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડસોલર પ્રોજેક્ટ્સ માટે પીપીએ કરાયા

ગ્રીન એનર્જી હબ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ, સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડસોલર પ્રોજેક્ટ્સ માટે પીપીએ કરાયા

0
Social Share

અમદાવાદઃ રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રને પ્રોત્સાહન આપી અને ગ્રીન એનર્જી હબ બને એ માટે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નવતર આયામો હાથ ધરીને પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યાં છે. રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડની ચારેય વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સની એક અનોખી યોજના હેઠળ ૨૫૦૦ મેગાવોટ સૌર ઊર્જા માટે પીપીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સ વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં પૂરા કરવામાં આવશે અને જળવાયુ પરિવર્તનના વૈશ્વિક એજન્ડામાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નિર્ધારિત કરેલ ૧૭૫ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૨૨ સુધી અને ૪૫૦ ગીગાવોટ રિન્યુઅબલ ઊર્જાના લક્ષ્યને વર્ષ ૨૦૩૦ સુધી હાંસલ કરવાના દેશના મિશનને વેગ આપીને ગુજરાત દેશભરમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરશે.  તેમ ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું એકમાત્ર એવું રાજ્ય છે કે જેણે આવા સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સની મારફતે આટલી મોટી ક્ષમતા માટે વીજ ખરીદીના કરાર કર્યા હોય. આ સોલર ક્ષમતાઓનો વિકાસથી માત્ર બિન ઉપજાઉ જમીનના અનેક નાના વિસ્તારોમાં સોલર પ્રોજેક્ટ્સના ઝડપી વિકાસને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ નાના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોની તેમાં ભાગીદારીને પણ પ્રોત્સાહન આપશે.

આ તમામ સોલર પ્રોજેક્ટ્સ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં આવવાના હોવાથી રિન્યૂઅબલ એનર્જીની ક્ષમતા ઉમેરાતા રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં નોંધપાત્ર યોગદાન આપવાની સાથે સાથે રાજ્યના વર્તમાન મજબૂત વીજ ટ્રાન્સમિશન અને વિતરણ નેટવર્કનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની તક મળી રહેશે. આ સોલર પ્રોજેક્ટ્સ થકી રાજ્યમાં રૂ. ૧૦ હજાર કરોડથી પણ વધુ રકમનું ગ્રીન ઊર્જા અને તેના એલાઇડ સેક્ટર ક્ષેત્રે મૂડી રોકાણ આવશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ની બીજી લહેર અને વિનાશક તાઉતે વાવાઝોડાની અસર વચ્ચે પણ સોલર પ્રોજેક્ટ્સ ડેવલપર અને ઉદ્યોગસાહસિકો દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મળતા એપ્રિલ તથા મે-૨૦૨૧ ફક્ત બે મહિનાના ટૂંકા સમયગાળા દરમિયાન, વીજ વિતરણ કંપનીઓ દ્વારા કુલ ૩૯૭૯ પીપીએ પર વીજ ખરીદના કરાર કરવામાં ભવ્ય સફળતા મળી છે. જેની કુલ સ્થાપિત સોલર વીજ ક્ષમતા ૨૪૮૦ મેગાવોટ થાય છે. આ ૩૯૭૯ સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યૂટેડ સોલર પ્રોજેક્ટ્સ પીપીએની તારીખથી ૧૮ મહિનામાં કમિશન થશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code