ધાન્યના જીણા લોટ કરતા કકરો લોટ આરોગ્ય માટે વધુ ફાયદાકારકઃ- જાણો તેમાં રહેલા ગુણો
સામાન્ય રીતે આપણે આપણા આહારમાં રોજબરોજ રોટલીનો સમાવેશ કરતા હોઈએ છે, અને તે વાત સહજ છે કે રોટલી ઘંઉના જીણા દળેલા લોટમાંથી બનતી હોય છે, એક રિસર્ચ પ્રમાણે જો ઘંઉ બરાબર જીણો દળાય જાય છે તો તેમાં રહેલા પોષત તત્વો ઓછા થઈ જાય છે, કદાચ એટલા માટે જ ગામડાઓમાં જુવાર, બાજરી અને મકાઈના રોટલાનું ચલણ આજના સમયમાં પણ જોવા મળે છે,આ સાથે જ ઘણા ઘરોમાં આજે પણ સવારના નાસ્તામાં ઘંઉના ગગળા લોટની ભાખરી ખાવામાં આવે છે, કારણ કે ઘંઉનો કકરો દળેલો લોટ જીણા લોટની સરખામણીમાં વધુ ગુણ કરે છે, તો ચાલો આજે જાણઈએ કકરો લોટ ખાવાથી આરોગ્યને થતા ફાયદાઓ વિશે.
- આખાં ધાન્ય ખાવાથી જેમ ફાયદાઓ થાય છે તેજ રીતે ઘંઉનો કકરો લોટ ખાવાથી ફાયદો થાય છે
- કકરો લોટની ભાખરી ખાવાથી પેટ વધુ સમય ભર્યુ ભર્યુ લાગે છે
- હોગ્રેઇન અથવા તો કકરો લોટ ખાવાથી વધુ ભૂખ લાગતી નથી
- કકરો લોટમાં સૌથી વધુ પ્રમાણમાં ફાઇબર સમાયેલું હોય છે અને એ ફાઇબર્સ
- અનાજનું પાચન ધીમે- ધીમે કરે છે જેથી પેટ ભરેલું લાગે છે.
- અને બીજી રીતે જોવા જઈએ તો આખો કકરો લોટ પાચનક્રીયાને સરળ બનાવે છે, ભલે તેનાથી પેટ ભરેલું લાગે પરંતુ પેટને લગતી સમસ્યાઓ તેના થકી દૂર થાય છે.
- આ સાથે જ કકરો લોટ અને કોદરી, પલાપસી ,ઘંઉના ફાળાનું સેવન પણ લોટ કરતા વધારે ગુણકારી મનાઈ છે, જેથી ઘણા લોકો નાસ્તામાં ઓટ્સનું સેવન કરવાનું પસંદ કરે છે
- જાડા લોટમાં તમામ પોષક તત્વો જળવાઈ રહે જેમ કે ઘઉંના ફાડા પોષણની દૃષ્ટિએ બેસ્ટ છે. એના પછી ઘઉંનો કકરો લોટ પણ બેસ્ટ છે.
- અનાજનો આ પ્રકારનો લોટ પોષણની દૃષ્ટિએ સર્વોત્તમ ગણાય છે.
- કકરો લોટમાં‘અમાઇલેસ એક પ્રકારનું એન્ઝાઇમ છે. આ એન્ઝાઇમ જે લોટમાં ભરપૂર હોય એને આ નામ મળે છે..
- આ રીતે અધકચરો તૈયાર કરેલો લોટ સુપાચ્ય હોય છે અને પોષણથી ભરપૂર રહે છે.
- આ પ્રકારનો કકરો લોટ બનાવવા માટે નાચણી, બાજરી, મકાઈ જેવાં ધાન્યો વધુ અનુકૂળ રહે છે.અર્થઆત દરેક ધાન્યના જીણા લોટ ખાવા કરતા કકરો લોટ ખાવો વઘુ ગુણકારી હોય છે.