મહેસાણા જિલ્લામાં બેરોજગાર યુવાનો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન
મહેસાણાઃ શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધી રહી છે, ત્યારે મહેસાણા જિલ્લામાં બેરોજગાર ઉમેદવારો માટે તાલુકા મથકે નોંધણી કેમ્પ યોજવામાં આવશે. જેમાં જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી મળી રહે તે માટે તાલુકા મથકે નોંધણી કેમ્પનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના સાત તાલુકાઓમાં અલગ અલગ તારીખે નોંધણી કેમ્પ યોજાશે જેમાં વિજાપુર, બેચરાજી, ખેરાલુ, ઊંઝા, સતલાસણા, કડી ખાતે નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આવેલા સાત તાલુકાઓમાં અલગ અલગ તારીખે કરવામાં આવનારા નોંધણી કેમ્પમાં જેમાં 7 અને 21 જૂનના દિવસે વિજાપુરના આરામ ગ્રુહ, 9 જૂનના રોજ મામલતદાર કચેરી, બેચરાજી, 10 જૂનના રોજ તાલુકા પંચાયત ખેરાલુ, 18 જૂનના રોજ તાલુકા પંચાયત ઊંઝા ખાતે, 24 જુનના રોજ તાલુકા પંચાયત મામલતદાર કચેરી સતલાસણા, 28 જૂનના રોજ તાલુકા પંચાયત કડી, આમ આ તાલુકા મથકો પર નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવશે. બેરોજગાર યુવાનોએ જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવના સર્ટી, સાથે નોંધણી માટે હાજર રહેવા જણાવાયુ છે.