- ઘરમાં રહેલ ગેસ સિલિન્ડરમાં આ રીતે ગેસના પ્રમાણ વિશે જાણી શકો છો
- આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે
- આ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચિંતામુક્ત રહી શકો છો
નવી દિલ્હી: ઘરમાં રસોઇ ગેસ ક્યારેક અણધાર્યા સમયે ખાલી થઇ જતા ગૃહિણીઓ ચિંતિત થઇ જાય છે અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે આજે અમે એક એવી સરળ ટ્રિક લાવ્યા છીએ જેનાથી જાણી શકાશે કે ગેસ સિલિન્ડર ખાલી થવા આવ્યો કે નહીં.
સામાન્યપણે ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તેને લઇને દરેક ગૃહિણીઓને ચિંતા રહે છે પરંતુ તેને જાણવું સરળ નથી. કેટલાક લોકો ગેસ સિલિન્ડરનું વજન કરીને અનુમાન કરતા હોય છે કે ગેસ સિલિન્ડર ખાલી થવા આવ્યો છે કે નહીં.
એકવાર ગેસ સિલિન્ડર ખતમ થયા બાદ નવો ગેસ સિલિન્ડર આવતા 2-3 દિવસ થઇ જાય છે જે ગૃહિણીઓની મુશ્કેલીઓને વધારે છે. આવા સંજોગોમાં મહિલાઓ સિલિન્ડરમાં બચેલા ગેસને જાણવાની ટ્રિક શોધતી હોય છે. તો ચાલો આજે તમને પણ ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે જાણવાની ટ્રિક બતાવીએ.
કેટલીક મહિલાઓ ગેસ બર્નરને ચાલુ કરીને આગના રંગને જોઇને ગેસ સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે તે જાણવા માટે પ્રયાસ કરે છે, પરંતુ તે યોગ્ય નથી. જ્યારે સિલિન્ડરમાં ગેસ ઓછો હોય ત્યારે આગનો રંગ બદલાય છે પરંતુ સિલિન્ડરમાં ગેસ કેટલો છે તે જાણી શકાતું નથી.
અનેક મહિલાઓ સિલિલન્ડરને હલાવીને પણ ગેસનું પ્રમાણ ચકાસવા પ્રયાસ કરે છે. પણ આ રીત પણ ખોટી સાબિત થાય છે. તે ઉપરાંત અનેક લોકો બર્નરમાં ગેસની લો ફ્લેમ પર સિલિન્ડરને ઊંધો રાખે છે અને પછી તેમાં બચેલા ગેસનો ઉપયોગ કરે છે. આમ કરવાથી શક્ય છે કે તમે થોડા સમય માટે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લો અને તેનાથી સિલિન્ડર ખરાબ થઇ શકે છે અને ડેમેજ થવાનો પણ ખતરો રહે છે.