1. Home
  2. ગુજરાતી
  3. બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ, અનેક રોલ પ્લે કરીને મેળવી સફળતા
બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ, અનેક રોલ પ્લે કરીને મેળવી સફળતા

બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો જન્મ દિવસ, અનેક રોલ પ્લે કરીને મેળવી સફળતા

0
Social Share
  • અભિનેત્રી શિલ્પા શેટ્ટીનો આજે જન્મદિવસ
  • ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવુડમાં કરી એન્ટ્રી
  • ઘણા રીયાલિટી શો માં પણ કરી ચુકી છે કામ

મુંબઈ : બોલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી આજે બોલીવુડનું એક મોટું નામ છે. આજે અભિનેત્રીનો જન્મદિવસ છે.શિલ્પા પોતાનો જન્મદિવસ દર વર્ષે 8 જૂને તેના પરિવાર સાથે ઉજવવાનું પસંદ કરે છે. આ અભિનેત્રીનો જન્મ 8 જૂન 1975માં કર્ણાટકના મંગ્લોરમાં થયો હતો.

ફિલ્મો પહેલા અભિનેત્રી એક મોડેલ હતી. જે પછી તેણે 1993માં શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘બાઝીગર’થી બોલિવુડમાં એન્ટ્રી કરી હતી. તે વર્ષે અભિનેત્રીને બાઝીગર ફિલ્મ માટે પણ ફિલ્મફેરમાં નોમિનેટ કરવામાં આવી હતી. જે પછી તેણે ક્યારેય પાછળ જોયું નહીં અને ઉત્તમ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. અભિનેત્રી હજી પણ સતત ફિલ્મોમાં કામ કરી રહી છે. આ સાથે તે ઘણા રિયાલિટી શો માં જજ તરીકે કામ કરે છે.

શિલ્પા શેટ્ટીએ કેટલીક ફિલ્મના બાળકની માતા તરીકે પણ રોલ કર્યો છે અને માં ની એક્ટિંગ કરીને પણ દર્શકોના દિલ પર પોતાની અલગ છાપ છોડી છે. જાનવર, શાદી કરકે ફસ ગયા યાર જેવી ફિલ્મોમાં શિલ્પા શેટ્ટીએ માં નો રોલ કર્યો છે અને લોકોને તે રોલમાં પણ શિલ્પાની એક્ટિંગ પસંદ આવી હતી. ધડકન ફિલ્મમાં સુનિલ શેટ્ટીની સાથે કામ કરીને પોતાના ડાયલોગથી દર્શકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code