1. Home
  2. ગુજરાતી
  3. અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી
અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી

અલ્ઝાઇમરના દર્દીઓ માટે અમેરિકાએ 20 વર્ષના મંથન બાદ દવાને આપી મંજૂરી

0
Social Share
  • અલ્ઝાઇમરની દવાને અમેરિકાએ આપી મંજૂરી
  • આ દવા જાપાનની આઇસાઇ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસિત કરાઇ છે
  • FDA અનુસાર નવી દવા રોગના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થશે

નવી દિલ્હી: બોલિવૂડમાં કેટલાક સમય પહેલા એક ફિલ્મ આવી હતી જેનું નામ હતું યુ મી ઓર હમ. જે પડદા પર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ નિવડી હતી. આ ફિલ્મને આજે એટલા માટે યાદ કરવામાં આવી કે આ ફિલ્મની વાર્તા આ સમાચારના અહેવાલની બીમારી પર આધારિત છે.

આ બીમારીનું નામ છે અલ્ઝાઇમર. અલ્ઝાઇમરએ મગજનો એક પ્રગતિશીલ રોગ છે જેમાં દર્દી શરીર પરનો પોતાનું નિયંત્રણ ગુમાવે છે. તેની યાદશક્તિ પણ ક્ષીણ થવા લાગે છે. આજના સમયમાં આ બીમારીનું પ્રમાણ વધ્યું છે. ટૂંકમાં ભૂલવાની બીમારી પણ અલ્ઝાઇમર જ છે.

જો કે હવે અલ્ઝાઇમરની પીડિત દર્દીઓને રાહત મળી શકે છે. હકીકતમાં, યુએસ સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ 20 વર્ષના મંથન બાદ અલ્ઝાઇમર રોગની સારવાર માટે નવી દવાને મંજૂરી આપી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ કહ્યું છે કે તે બાયોજેન કંપની દ્વારા વિકસિત દવાના ઉપયોગને મંજૂરી આપી રહી છે.

FDA અનુસાર નવી દવા રોગના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થશે. તેમજ તેની આડઅસર પણ ઓછી થાય છે. આ નિર્ણયથી લાખો વૃદ્વિ અમેરિકન નાગરિકો તેમજ પરિવારોને રાહત મળશે.

આપને જણાવી દઇએ કે આ નવી દવા જાપાનની આઇસાઇ કંપનીના સહયોગથી બાયોજેન દ્વારા વિકસિત કરાઇ છે. આ મગજમાં થતા નુકસાનની ભરપાઇ તો નહીં કરી શકે, પરંતુ તે ભવિષ્યમાં થતાં નુકસાનના દરને ચોક્કસપણે ધીમું કરશે. આ દવા દર ચાર સપ્તાહમાં એકવાર આપવાની રહેશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code