1. Home
  2. ગુજરાતી
  3. અમદાવાદ : એસપી રિંગ રોડ પર 664 કરોડના ખર્ચે 9 ફ્લાઈઓવરબ્રીજ બનાવાશે
અમદાવાદ : એસપી રિંગ રોડ પર 664 કરોડના ખર્ચે 9 ફ્લાઈઓવરબ્રીજ બનાવાશે

અમદાવાદ : એસપી રિંગ રોડ પર 664 કરોડના ખર્ચે 9 ફ્લાઈઓવરબ્રીજ બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. શહેરના એસજી રોડ પર ભીડ ઓછી કરવાની યોજનાની કલ્પના બાદ, હવે એસપી રિંગ રોડ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં સિંધુ ભવન ચાર રસ્તા અને શિલજ ચાર રસ્તા સહિતના ઘણા ફ્લાયઓવર બનાવવા માટેના પ્રોજેક્ટ્સ છે. ધ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની નવ ફ્લાયઓવર, એક અંડરપાસ અને એક પગપાળા જતાં લોકો માટે બ્રિજ બનાવવાની યોજના છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 664 કરોડ રૂપિયા છે.

ઔડાના સૂત્રોએ જણાવ્યું હતું કે, અમદાવાદના સિંધુ ભવન ફ્લાયઓવર અને શિલજ ફ્લાયઓવરને અમદાવાદ-વિરમગામ રેલવે લાઈનના હાલના ફ્લાયઓવર સાથે જોડવામાં આવશે. હાલના બ્રિજના બંને છેડાને ઉંચા લેવાશે અને નવા ફ્લાયઓવર સાથે જોડવામાં આવશે. બ્રિજ એકવાર બની ગયા બાદ તે આશરે 1.7થી 2 કિમી જેટલો લાંબો થઈ જશે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રિંગ રોડનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે, ટ્રાફિક વર્ષે લગભગ 25 ટકાના દરે વધી રહ્યો છે. હજી તેમાં વધારો થશે, તેવી શક્યતા છે તેથી, ફ્લાયઓવર એસપી રિંગ રોડ પર આવનારા લોકો માટે સરળ બનશે. પીક અવર્સ દરમિયાન એક કલાકમાં સરેરાશ 150 વાહનો સિંધુ ભવન ચાર રસ્તા અને શિલજ ચાર રસ્તા ક્રોસ કરે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. 79 કરોડ રૂપિયાના ખર્ચે બે ફ્લાયઓવર બનાવવાની યોજના છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, AUDA હવે અંતિમ વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે અને બે મહિનાની અંદર ફ્લાયઓવર અને અંડરપાસના નિર્માણ માટે ટેન્ડર લગાવાશે. અંડરપાસ ઓગણજ ચાર રસ્તા પર બનાવવાનું આયોજન છે અને અન્ય એક ફ્લાયઓવર તપોવન ચાર રસ્તા પર બનાવવામાં આવશે. અન્ય છ ફ્લાયઓવર બાકરોલ જંક્શન, હાથિજણ જંક્શન, રામોલ અદાણી જંક્શન, વસ્ત્રાલ-પાંજરાપોળ જંક્શન, નિકોલ જંક્શન અને દાસ્તાન જંક્શન પર બનાવવામાં આવશે. પગપાળા જતા લોકો માટેનો બ્રિજ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન નજીક બનાવવામાં આવશે. એશિયન ડેવલપમેન્ટ બેકની લોન પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશ. બેંક સાથે ચર્ચા થઈ ગઈ છે.  આ ફ્લાયઓવરમાં તેનો સમાવેશ થતો નથી જે હાલ અંડર કન્સ્ટ્ર્ક્શન છે.

અધિકારીઓએ કહ્યું હતું કે, શહેરના પશ્ચિમ ભાગમાં સરખેજ ચાર રસ્તા, બોપલ-કર્ણાવતી ચાર રસ્તા, અને સાયન્સ સિટી ચાર રસ્તા પર ફ્લાયઓવરનું કામ શરુ થઈ ગયું છે. સાયન્સ સિટી ફ્લાયઓવર 74 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code