મુંબઈઃ એક નવોદિત ક્રિકેટર માટે અભ્યાસ અને રમત વચ્ચે સંતુલન જાળવી રાખવુ સરળ નથી. કેટલાક ખેલાડીઓએ અભ્યાસ સાથે બાંધછોડ કરીને રમત ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રમતમાં ભવિષ્ય અનિશ્ચિત હોય છે અને આ માટે ખેલાડીઓ દેશ માટે રમવાના સ્વપ્ને પૂર્ણ કરવા માટે મોટુ જોખમ ઉઠાવે છે. ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેડુંલકરએ 16 વર્ષની ઉંમરમાં ઈન્ટરનેશનલ ડેબ્યુ કર્યું હતું જેથી તેઓ ધો-12 સુધી અભ્યાસ કરી શક્યાં હતા. જ્યારે મહેન્દ્રસિંહ ધોનીએ ડેબ્યુ પહેલા જ બેચલર્સનો અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો.
વિરાટ કોહલીઃ ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીએ ધો-12 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે વર્ષ 2008માં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું હતું. કોહલી માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં સર્વશ્રેષ્ઠ બેસ્ટમેન તરીકે જાણીતા છે. તેમણે દિલ્હીની વિશાલ ભારતી પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.
રોહિત શર્માઃ હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા મર્યાદિત ઓવરની ક્રિકેટ મેચમાં દુનિયાના સૌથી ખતરનાક બેસ્ટમેન મનાય છે. રોહિતે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને રિઝવી કોલેજ ઓફ આર્ટ્સ, સાયન્સ અને કોમર્સમાં અભ્યા કર્યો છે. તેઓ ધો-12 છે વર્ષ 2007માં ભારત માટે પ્રથમ મેચ રમી હતી.
અજિક્ય રહાણેઃ ભારતીય ટેસ્ટ ટીમના ઉપકપ્તાન અજીંક્ય રહાણે સૌથી શાંત ખેલાડીઓમાં એક છે. તેમણે એસવી જોશી હાઈસ્કૂલ અને રિઝવી કોલેજ ઓફ આટર્સ, સાયન્સ અને કોમર્સમાં અભ્યાસ કર્યો છે. રહાણે વર્ષ 2011માં પહેલી વાર ટીમ ઈન્ડિયા વતી મેદાનમાં ઉતર્યા હતા.
ચેતેશ્વર પુજારાઃ ભારત માટે વર્ષ 2010માં પ્રથમ મેચ રમનાર ચેતેશ્વર પુજારા ટેસ્ટ ક્રિકેટમાં નંબર-3 ઉપર ટીમ ઈન્ડિયાનો મજબુત બેસ્ટમેન છે.રાજકોટની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પુજારા અંડર 19 ટીમમાં પસંદગી બાદ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે જે.કે.કુંડલિયા કોલેજમાં બેચલર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી હાંસલ કરી છે.
રવિચંદ્રન અશ્વિનઃ ભારતના સૌથી સફળ સ્પિનર્સમાં સ્થાન હાંસલ કરનારા અશ્વિને ચેન્નાઈની એસ.એસ.એન. કોલેજ ઓફ એન્જિનીયરિંગમાંથી ઈન્ફોર્મેશન ટેક્રોલજીમાં બીટેકની ડીગ્રી મેળવી છે.