1. Home
  2. ગુજરાતી
  3. કિચનમાં રહેલા ચણાના લોટના જાણીલો આ ઉપયોગ, ત્વાચ ચમકાવાથી લઈને ચહેરા પરના અણગમતા હેર થશે દૂર
કિચનમાં રહેલા ચણાના લોટના જાણીલો આ ઉપયોગ, ત્વાચ ચમકાવાથી લઈને  ચહેરા પરના અણગમતા હેર થશે દૂર

કિચનમાં રહેલા ચણાના લોટના જાણીલો આ ઉપયોગ, ત્વાચ ચમકાવાથી લઈને ચહેરા પરના અણગમતા હેર થશે દૂર

0
Social Share
  • બેસનથી તમારી ત્વચાને નિખારી શકો છો
  • અણજોઈતા વાળને દૂર કરવામાં બેસનનું ખાસ મહત્વ

મહિલાઓની સુંદરતા તેમની પ્રાથમિક પ્રાયોરિટી હોય છે, દરેક ગૃહિણીઓ સુંદર દેખાડવા માટે અવનવા ઘરેલું ઉપચારથી લઈને બ્યૂટી પાર્લરનો સહારો લેતી હોય છે, ત્યારે આજે આપણએ ચણાનો લોટ એટલે કે બેસનથી ચત્વચાનો નિખાર લાવવાની અનેક ટિપ્સની વાત કરીશું, બેસન કે જેને આપણે રસોઈમાં ઉપયોગ કરીએ છીએ તે ત્વચા માટે પણ ખૂબ જ ઉપયોગી છએ, બેસનનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરીની ખાસ કાળજી રાખઈ શકીએ છે.ત્વચા પરથી અણજોઈતા વાળને દૂક કરવાથી લઈને ત્વચા પરના ડાગ ઘબ્બાઓ અને ડસ્ટને દૂર કરવા બેસન મહત્વનો ભાગ ભજવે છે.

બેસનના બ્યૂટિને નિખારવાના અનેક ઉપયોગો

  • બેસન ચહેરા માટે ગુણકારીઃ- 2 ચમચી બેસનમાં 1 ચમચી મલાઈ ઉમેરીને તેની પેસ્ટને ચહેરા પર અપ્લાય કરીદો, ત્યાર બાજ જ્યા સુધી સુકાઈ જાય ત્યા સુધી રહેવા દો, સુકાયા બાદ તેને હાથ વડે હળવો હળવો મસાજ કરીને ઠંડા પાણી વજે ધોઈલો, આમ કરવાથી તમારો ચહેરો નિખરી ઉઠશે.
  • અણજોઈતા વાળ બેસનથી થાય છે દૂરઃ- બેસન અને લીંબુનો રસ મિક્સ કરીને જ્યા વધારાના વાળ હોય ત્યા લગાવીને ઘસવાથી વાળ દૂર કરી શકાય છે, અણજોઈતા વાળને દુર કરવા માટે આ ટિપ્સ મહિનામાં 4 થી 5 વાર કરવી, જેનાથી તમારા અણજોઈતા વાળ દૂર થઈ જશે.
  • ખીલની સમસ્યામાં બેસનનો ઉપયોગઃ-જો તમારી સ્કિન ખીલ વાળી છે તો એક ચમચી બેસન, ચંદન પાવડર અને દૂધ મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને દરરોજ ચેહરા પર લગાડો આમ વાંરવાર કરવાથઈ તમારા ચહેરા પરથી ખીલ દૂર થાય છે
  • કાળી ગરદનને બેસનથી ગોરી કરી શકાય છેઃ- એક ચમચી બેસનમાં 1 ચમચી મધ અને એક ચમચી લીબુંનો રસ નાખીને કાળી પડી ગયેલી ગરદન પર અપ્લાય કરવી, ત્યાર બાદ તેને 10 મિનિટ સુધી રહેવા દો, ત્યાર બાદ તેને મસાજ કરવો અને ઠંડા પાણઈ વડે ધોઈ લેવું, આમ વાંરવાર કરવાથી તમારી કાળી પડી ગયેલી ગરદન ગ્લો કરે છે, ગરદનની કાળાશ દૂર થાય છે.
  • ડ્રાઈ સ્કિન માટે બેસન ઉપયોગીઃ- જ્યારે ઠંડકમાં ત્વચા સૂકી થઈ જાય છે એ માટે બેસનમાં મલાઈ કે દૂધ, મધ અને ચપટી હળદર મિક્સ કરી લગાવશો તો ડ્રાઈ સ્કિનથી રાહત અને નેચરલ કોમળ ત્વચા બનાવવામાં મદદ મળશે.
  • ઑયલી સ્કિન માટે બેસનનો ઉપયોગઃ- ઑયલી સ્કિન માટે પણ બેસન બેસ્ટ ગણાય છે. બેસનમાં ગુલાબ જળ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ફ્રેશનેસ આવે છે. બેસનમાં ગુલાબજળ નાખી લગાવીને રહેવા દેવું ત્યાર બાદ 10 મિનિટ પછી ચહેરો ઘોઈ લેવો આમ કરવાથી ઓઈલી સ્કિન સારી બને છે.
  • તમારી સુંદરતાને વધારવા માટે બેસનનો કરો ઉપયોગ, ત્વચા પર આવશે નિખાર

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code