ઓયલી સ્કિન અને ખીલથી છુટકારો મેળવવા માટે જાંબુનો લગાવો ફેસ પેક, ચહેરો દેખાશે ગ્લોઇંગ
- ઓયલી સ્કિન-ખીલથી મેળવવો છુટકારો
- લગાવો જાંબુનો ફેસપેક
- ચહેરો દેખાશે ગ્લોઇંગ
ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવી થોડી મુશ્કેલ છે. એવામાં આપણને એવી કંઈક વસ્તુની જરૂર હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ રાખે. જાંબુ ખૂબ જ સારું ફળ છે. તેમાં ઘણા પૌષ્ટિક તત્વો હોય છે. આ ઉપરાંત આયુર્વેદમાં જાંબુના બીજનો ઉપયોગ પણ થાય છે. તેમાં હાજર ઓષધીય ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.
જાંબુમાં વિટામિન,મિનરલ્સ અને એન્ટીઓકિસડેંટ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય વાળના ગ્રોથમાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ કે જાંબુનો ઉપયોગ બ્યુટી પ્રોડકટ્સમાં કઈ રીતે કરી શકો છો.
ત્વચાને રાખે છે મુલાયમ
જાંબુનું જ્યુસ ત્વચાને સુંદર અને મુલાયમ રાખવામાં મદદ કરે છે. તેમાં વિટામિન સી ભરપૂર છે જે ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે. તે એન્ટીઓકિસડેંટ અને વિટામિન્સથી ભરપુર છે જે ત્વચાને ગ્લોઈંગ અને રીફ્રેશ રાખવામાં મદદ કરે છે.
ખીલને કરે છે દૂર
ખીલથી છુટકારો મેળવવામાં જાંબુ ખૂબ મહત્વનું છે. તે તમારા લોહીને શુદ્ધ કરે છે અને શરીરને ડિટોક્સિફાઇ કરે છે. તેમાં હાજર એન્ટિ બેક્ટેરિયલ ગુણ ખીલના બેક્ટેરિયાને ઘટાડવામાં મદદ કરે છે. ખીલથી છુટકારો મેળવવા માટે તમે જાંબુના બીજ અને દૂધનો ફેસ પેક લગાવી શકો છો. તે પિમ્પલ્સ અને બ્લેક હેડ્સને દૂર કરવામાં મદદ કરે છે.
ઓયલી સ્કિનથી અપાવે છે છુટકારો
ઓયલી ત્વચા તમારા દેખાવને બગાડી નાખે છે. જાંબુમાં એસિરિજેન્ટ હોય છે જે ત્વચામાંથી એક્સેસ ઓયલને સંતુલિત કરવામાં મદદ કરે છે.