બ્રિટનના વૈજ્ઞાનિકોની અનોખી શોધ ‘કોવિડ એલાર્મ મશીન’ -જેના દ્વારા સંક્રમણની તપાસ સુંધીને કરી શકાશે
- બ્રિટનના વૈજ્ઞાનિકોની અનોખી શોધ
- કોવિડ એલાર્મ નામનું મશીન બનાવ્યું
- આ મશીન દ્રારા કોરોનાની તપાસ સુંધીને કરી શકાશે
દિલ્હી:- સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી બાદ કોરોનાની તપાસ માટે અનેક સંશોધનો હાથ ધરાયા છે ત્યારે હવે એવા ખાસ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ શોધવામાં આવ્યું છે કે,તેનો ઉપયોગ કરીને શરીરની ગંધ વડે વ્યક્તિ કોરોના પોઝિટિવ છે કે નહી તેની તપાસ કરી શકાશે, આ સાથે જ તેનો ઉપયોગ જલ્દી કરવામાં આવશે.
બ્રિટનના વૈજ્ઞાનિકોએ આ મામલે એવો દાવો કર્યો છે કે,તેમણે એક મશીનની શોધ કરી છે કે જે શરીરની ગંધની ગંધ દ્વારા વાયરસની હાજરી વિશે ચેતવણી આપશે. આ મશીનને વૈજ્ઞાનિકોએ “કોવિડ એલાર્મ” નામ આપવામાં આવ્યું છે.
લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન અને ડરહમ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના પ્રારંભિક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસ એક ખાસ ગંધ ધરાવે છે, જેના પરિણામે અસ્થિર કાર્બનિક સંયોજનોમાં ફેરફાર થાય છે, જેના પરિણામે શરીરમાં ગંધ આવે છે, ‘ફિંગરપ્રિન્ટ’ વિકસિત થાય છે જેની ભાળ આ મશિનના સેન્સર દમારફત મળી શકે છે.
ડરહામ યુનિવર્સિટી તેમજ બાયોટેક કંપની રોબોસાઈન્ટિફીક લિમિટેડના નેતૃત્વ હેઠળના ઓર્ગેનિક સેમી-કન્ડિક્ટિંગ સેન્સર દ્વારા ડિવાઇસનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંશોધનનું નેતૃત્વ કરનારા એલએસએચટીએમના ડિસીઝન ડિપાર્ટમેન્ટના વડા, પ્રોફેસર જેમ્સ લોગાને કહ્યું કે, “આ પરિણામો ખૂબ જ આશાસ્પદ જોવા મળ્યા છે અને આ તકનીકીને ખૂબ જ ચોકસાઈથી ઝડપી અને સામાન્ય પરીક્ષણ તરીકે વાપરવાની સંભાવના દર્શાવે છે. જો કે, માનવ પરીક્ષણોમાં તેના પરિણામો સમાનરૂપે સચોટ સાબિત થઈ શકે છે તેની પુષ્ટિ કરવા માટે હજી વધુ પરીક્ષણની જરૂર છે.”
તેમણે કહ્યું કે “જો આ ઉપકરણ જાહેર સ્થળો પર ઉપયોગ માટે સફળતાપૂર્વક વિકસિત કરવામાં આવે છે તો તે આર્થિ રીતે સ્તુ હશે જેને સરળતાથી કોઈ પણ સ્થળે લગાવી શકાય છે
આ સંશોધન વખતે સંશોધન કરનારાની ટીમે શરીરની ગંધ શોધવા માટે 54 વ્યક્તિઓ દ્વારા પહેરવામાં આવેલાં મોજાં એકત્રિત કર્યા, જેમાંથી 27 લોકોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું હતું, જ્યારે બાકીના 27 લોકો કોરોના મુક્ત હતા. આ મશીનના ઉપયોગથી ભવિષ્યમાં અનેક બિમારીઓછથી એલર્ટ થવામાં મોટી મદદ મળવાની સંભાવનાઓ સેવાઈ રહી છે