જાણીલો આ કેટલીક ચીજ વસ્તુઓ જે વિટામીન બી 12ની ઉણપ દૂર કરવામાં મદદરુપ
- વિટામીન બી ની છે ઉણપ તો કરો આટલી વસ્તુઓનું સેવન કરવાથી થશે ફાયદો
- વિટામિન બી 12ની ઉણપ શાકભઆજી ફળોથી દૂર થાય છે
- દૂધ અને પનીરનું સેવન કરવું વિટામીન બી માટે ફાયદો કરે છે
આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પોષક તત્વો મળી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય તો આપણે બીમાર પડીએ છીએ અથવા શરીરની સિસ્ટમ બગડી જાય છે. આવી સ્થિતિમાં એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી સ્વાસ્થ્યને લાભ મળે
ખાસ કરીને શરીરમાં વિટામિન બી 12 ની ઉણપને લીધે લાલ રક્તકણો ઘટવાનું શરૂ થાય છે, જે સમ વિતતા ગંભીર સમસ્યા બની શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે માત્ર દવાઓ જ નહી પરંતું એનો ખોરાક પણ લેવો જોઈએ જેનાથી વિટામિન 12 મળે છે.
ફળો અને શાકભાજીનું સેવન યોગ્ય રીતે ન કરવામાં આવે, તો જ આપણા શરીરમાં પોષક તત્વોનો અભાવ સર્જાય છે, તેથી રોજ તેનું સેવન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સફરજન, કેરી, કેળા અને નારંગી જેવા ફળ શરીરમાં વિટામિન બી 12 ની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. શાકભાજીમાં બીટ અને અન્ય મૂળ વાળી શાકભાજી તમારા માટે ફાયદાકારક છે.
જો તમે દૂધમાંથી બનાવેલ ઉત્પાદનો ખાતા હોવ, તો ધ્યાનમાં રાખો કે તમારે હવે તેમાંથી વધુ વપરાશ કરવો પડશે કારણ કે તમને દૂધ, દહીં, ચીઝ, પનીર વગેરેમાંથી વિટામિન બી 12 મળે છે, તેથી દરરોજ એક કે બે વાર દૂધ પીવો જોઈએ.અને પનીરનું સેવન કરવું જોઈએ. જેનાથી વિટામિન બી ની ઉણપ દૂર થાય છે