દિલ્હીમાં વિદેશ જનારા યાત્રીઓ માટે ખાસ રસીકરણ કેન્દ્રની વ્યવસ્થા કરાઈઃ-ઉપમુખ્યમંત્રીએ કર્યું ઉદ્ધાટન
- વિદેશ જતા યાત્રીઓ માટે અલગ ટિકાકરણ કેન્દ્ર
- દિલ્હીમાં ઉપુખ્યમંત્રીએ ઉદ્ધાટન કર્યું
દિલ્હીઃ- કોરોનાની નવી ગાઈડલાઈન પ્રમાણે વિદેશ જતા યાત્રીઓ એ વેક્સિન બાબતે થોડી છૂટ આપવામાં આવી છે,ત્યારે હવે દિલ્હીમાં વિદેશ જનારા યાત્રીઓને વેક્સિન સરળતાથી મળી રહે તે માટે ખાસ વેક્સિનેશન કેન્દ્રનું ઉદ્ધાટન ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાના હસ્તે કરવામાં આવ્યું છે.દિલ્હી સરકાર દ્રારા વિદેશ જતા મુસાફરો માટે એક ખાસ રસીકરણ કેન્દ્રની શરૂઆત મંદિર માર્ગની નવયુગ સ્કુલમાં કરવામાં આવી છે. વિતેલા દિવસને સોમવારે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ વેક્સિનેશન કેન્દ્રના ઉદ્ધાટન વખતે જણાવ્યું હતુ કે, જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા અથવા નોકરી કરવા જઇ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેમના માટે આ વિશેષ રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેથી આ તમામ લોકો સરળતાથી વેક્સિન લઈને રક્ષણ મેળવી શકે અને સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે લોકોને આ કેન્દ્રમાં કોવિડશિલ્ડ વેક્સિન આપવામાં આવી રહી છે.વેક્સિન પ્રાપ્ત કરનારા લાભાર્થીઓમાં જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું પડે છેતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ નોકરી માટે વિદેશ જવું પડે તેવા લોકો અને ટોક્યોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક રમતોમાં ભાગ લેનારા ખેલાડીઓ, રમતવીરો અને સહાયક સભ્યોને સામેલ કરવામાં આવ્યા છે.
આ સુવિધા એવા લોકો માટે છે કે જે 31 ઓગસ્ટ 2021ના સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે રવાના થનારા છે.રસીકરણ માટે, તેઓને તેમના પાસપોર્ટ સાથે જરૂરી આઈડી પ્રૂફ અને અન્ય જરૂરી દસ્તાવેજો લાવવાની જરૂર છે.