કોરોનાની ગતિ ધીમી પડીઃ- બે મહિના બાદ દૈનિક કેસોમાં થઈ રહ્યો છે સતત ઘટાડો, 24 કલાકમાં નોંધાયા 70 હજાર જેટલા કેસ
- કોરોના સંક્રમણની ગતિ ઘીમી પડી
- 24 કલાકમાં નોંધાયા 70 હજાર કેસ
દિલ્હીઃ– સમગ્ર દેશ વિતેલા વર્ષથી જ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે,થોડા સમય પહેલા જ દેશમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બની હતી જો કે છેલ્લા 2 મહિના બાદ દૈનિક કોરોનાના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 70 હજાર 400 કેસ નોંધાયા છે જે 74 દિવસના સમયગાળા દરમિયાનના સૌથી ઓછા કેસ સાબિત થયા છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં કોરોનામાં જીવ ગુમાવનારાઓની સંખ્યા 3 હજાર 900 રહી હતી. ત્યારે હવે દેશભરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2.95 કરોડને પાર થઈ ચૂકી છે, આ સાથે જ એક્ટિવ કેસો પણ ઘટતા જોવા મળ્યા છે.એક્ટિવ કેસોમાં છેલ્લા બે મહિનામાં 10 લાખની સંખ્યાનો ઘટાડો નોંધાયો છે.
કોરોનાના કારણે હાલ સુધી જીવ ગુમાવનારાઓની સંખ્યા 3.74 લાખ જોવા મળી છે.જ્યારે એક્ટિવ કેસો કોરોનાની બીજી લહેરની પીક બાદ પ્રથમ વખત 10 લાખથી ઓછા જોવા મળી રહ્યા છએ, જે એક સારી બાબત કગહી શકાય, હાલ એક્ટિવ કેસોની સંખ્યા માત્ર 9.73 લાખ છે જે કુલ સંક્રમણના કેસોનો 3.30 ટકા કહી શકાય, આ સાથે જ રિકવરી રેટમાં પણ સુધારો નોંધાયો છે.