કોરોના રસીકરણ અભિયાનઃ દેશમાં અત્યાર સુધી 27.23 કરોડ ડોઝ લગાવાયાં
દિલ્હીઃ ભારતમાં કોરોનાને નાથવા માટે મોટાપાયે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ અત્યાર સુધીમાં 27 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની બે રસીના સફળ પરિક્ષણ બાદ તા. 16મી જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરોનાની રસી આપવામાં આવી હતી. તે બાદ 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી અપાઈ હતી. તેમજ હાલ 18 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. તેમજ બાળકોને રસી મળી રહે તે માટે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેથી આગામી દિવસોમાં બાળકોને પણ કોરોનાની રસી આપવામાં આવશે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ત્યાર સુધીમાં 27 કરોડથી વધારે લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ગુજરાતમાં દરરોજ એક લાખથી વધારે લોકોને રસી આપીને તેમને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન વધારે તેજ બનાવવામાં આવ્યું છે.
બીજી તરફ કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. દેશમાં મહામારીની શરુઆતથી અત્યાર સુધી કુલ 38 કરોડ 92 લાખ 7 હજાર 637 સેમ્પલોની તપાસ કરવામાં આવી છે.