ગુંદાને તમારા આહારમાં કરો સામેલ- આરોગ્ય બનશે તંદુરસ્ત,જાણો તેને ખાવાથી થતા ફાયદા
- ગુંદામાં રહેલા છે ઘણા ગુણો
- તેને ખાવાથી થાય છે આરોગ્યને ફાયદા
આમ તો સામાન્ય રીતે ગુંદાનો ઉપયોગ આપણે અથાણામાં કરતા હોઈએ છીએ, ગુંદાનું અથાણું અને આથેલા ગુંદા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ આપણે કદાચ જ એ વાત જાણતા હોઈશું કે ગુંદામાં ઘણા બધા આર્યુવેદિક ગુણો સમાયેલા છે, તેને ખાવાથઈ આરોગ્યને ઘણા ફાયદાઓ પણ થાય છે.ગુંદા શરીરને મજબૂત બનાવે છે, તેનું ઉપનામ ભારતીય ચેરી આપવામાં આવ્યું છે.
સામાન્ય રીતે ગુંદાનું સેવન કરવાથી પેને લગતી બિમારીઓમાં રાહત થાય છે, જે શરીરને તાકાત પુરી પાડવાની ક્ષમતા ધરાવે છે,કેટાક લોકો કાચા ગુંદાનું શાક બનાવીને તેનો આહાર તરીકે ઉપયોગ કરે છે તો કેટલાક લોકો તેને માત્ર હરદળ અને મીઠૂં નાખીને પાણીમાં આથી તેનું સેવન કરે છે.
જાણો ગુંદાનો ઉપયોગ અને ફાયદા
ગૂંદો સ્નિગ્ધ, ભારે, પિચ્છિલ અને સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરોહોય છે. તેની છાલ તૂરી અને કડવી હોય છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે
ગુંદાની ઠંડી છે તે વાત-પિત્ત શામક અને ચીકાશ તથા ગુરુ ગુણને કારણે તે કફવર્ધક છે.પરંતુ તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
ગુંદામાં કેલ્શિયમ અને ફોસ્ફરસની માત્રા ભરપુર જોવા મળે છે,જેના કારણે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદ મળે છે, આ સાથે જ હાડકાઓ પણ મજબૂકત બને છે.
પિત્ત અને કફને દૂર કરવામાં ગુંદાનું સેવન કરવું જોઈએ, તે મળ દ્રારા ખરાબ કચરો બહાક કાઢે છે.
કાચા ગુંદાનું સેવન કરવાથી પાતન શક્તિ પણ સુધરે છે, પેટમાં રહેલો કૃમિઓનો નાશ કરવામાં ગુંદા કારગાર સાબિત થાય છે
ગળાની ખારાશને દૂર કરવા માટે ગુંદાનું સેવન યોગ્ય ગણાય છે
ગુંદા પેટ અને છાતી ને નરમ પાડે છે અને ગળાના દુખાવા અને સોજા ને દૂર કરવા માટે ફાયદાકારક છે.
આથી વિષેષ કે ગુંદા પિત્ત અને લોહીની તેજી ને દૂર કરે છે અને તરસથી બચાવે છે.
આ સાથે જ ગુંદા પેશાબ, તાવ, દમ અને સૂકી ઉધરસ અને છાતીમાં દુખાવા ને દૂર કરે છે. તેના કોપ્સ ખાવાથી, પેશાબની બળતરા દૂર થઈ જાય છે.
ગુંદાના વૃક્ષનું લાકડું પણ ઘણું જ ઉપયોગી હોય છે. વિવિધ વસ્તુઓ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ગુંદાનું સેવન છાતીમાં થતા દુખાવાને મટાડે છે, કારણ કે કફ જામ થવાના કારણે છાતીમાં દુખાવો થાય છે તો તે કફનો નાશ કરવા ગુંદા મહત્વનું કાર્ય કરે છે.