- શિમલામાં સહેલાણીઓ ઉમટ્યા
- 8 હજાર જેટલા વાહનોએ કર્યો પ્રવેશ
શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતા અને કેસો ખૂબ જ ઓછા નોંધાતા દેશના દરેક રાજ્યોમાં આવેલા પર્યટન સ્થળોને સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની હોટલોમાં આ અઠવાડિયામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને શનિવારે, શહેરની હોટલોનો વ્યવસાય 70 થી 90 ટકા સુધી પહોંચી ગયો છે. કેટલીક હોટલો 100 ટકા ભરેલી જોવા મળી છે. આવતા અઠવાડિયાના સપ્તાહમ માટે પણ કેટલીક હોટલોમાં 50 ટકા જેટલું બુકિંગ થઈ ચૂક્યું છે.
શનિવારે, શહેરની સૌથી મોટી લિફ્ટ કાર પાર્કિંગ, બપોરે 2.30 વાગ્યે ફૂલ થઈ ગઈ હતી ત્યારબાદ ઓપરેટરોએ સાંકળ દ્વારા એન્ટ્રી પોઇન્ટ બંધ કરવો પડ્યો. શનિવારે રીજ મેદાન અને મોલ રોડ ઉપર પ્રવાસીઓની ભારે અવરજવર જોવા મળી હતી. શિમલા ઉપરાંત પ્રવાસીઓ મશોબ્રા, નલદેહરા, કુફરી અને નરકંડાની પણ મુલાકાત લેતા જોવા મળ્યા છે.
દરેક હોટલોની સ્થિતિ જોતા જાણવા મળ્યું છે કે, શવિનારે સાંજ સુધી દરેક હોયલો ભરાી ચૂકી હતી., આ સાથે જ આવનતા અઠવાડિયાના શનિવાર અને રવિવાર માચટે પણ બુકિંગ ફૂલ જોવા મળી રહ્યા છે, હોટલોનો વ્યવસ્યા વિતેલા દિવસે 90 ટકા જેટલો રહ્યો હતો.
શહેરના હોટલ વ્યવસાયકારોનું આ બાબતે કહેવું છે કે,શિમલા આવવા માટે પ્રવાસીઓને ઇ-પાસ મંજૂરી લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક વાર પાસ બે થી ત્રણ દિવસ પછી મંજુર થતા હોય છે. કેટલીક હોટલોમાં પ્રવાસીઓના ઇ-પાસ મંજૂર ન હોવાને કારણે પ્રવાસીઓને પણ એડવાન્સ બુકિંગ રદ કરવું પડ્યું છે.
જો છેલ્લા 36 કલાકની વાત કરવામાં આવે તો વિતેલી સાંજના છેલ્લા 36 કલાકોમાં 8 હજાર વાહનોએ શોઘી બૈરિયરથી શિમલા ખાતે પ્રવેશ કર્યો છે, આ સ્થિતિ શુક્રવારથી જ જોવા મળી રહી છે, સહેલાણીઓ શુક્રવારથી જ અહી આવવા લાગ્યા હતા, શનિવાર સુધી તો દરેક હોટલો ફૂલ જોવા મળી હતી.વધતા વાહનોની ભીડને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો