દેશમાં રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસે 85 લાખથી પણ વધુ ડોઝ આપવાનો રેકોર્ડ,પીએમ મોદીએ કર્યા વખાણ
- રસીકરણના ત્રીજા તબક્કાના પ્રથમ દિવસનો નવો રેકોર્ડ
- દેશભરમાં 85 લાખથી પણ વધુ વેક્સિનના ડોઝ અપાયા
- વેક્સિનેશનને લઈને પીએમ મોદીએ કર્યા વખાણ
દિલ્હીઃ-કોરોના મહામારીને માત આપવા માટે દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયાને વેગ આપવામાં આવ્યો છે, જેને લઈને રોજેરોજ વેક્સિન લેનારાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે ,ત્યારે વિતેલા દિવસને સોમવારે સાતમાં આંતરરાષ્ટ્રીય યોગના દિવસે ભારતમાં રસીકરણનો ત્રીજા તબક્કાનો આરંભ થયો. આ એક જ દિવસમાં રસીકરણના મામલે નવો રેકોર્ડ બન્યો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર કોવિન પોર્ટલ પર સાંજના 12.30 વાગ્યા સુધી ઉપલબ્ધ માહિતી પ્રમાણે સોમવારના રોજ દેશભરમાં વેક્સિનના 85 લાખ 15 હજાર 765 ડોઝ આપવામાં આવ્યા હતા.
રાજ્યોમાં રસીકરણની વાત કરીએ તો મધ્યપ્રદેશ તેમાં ટોચ પર જોવા મળ્યું છે. સાંજે 7 વાગ્યા સુધી રાજ્યમાં 15 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો હતા. બીજા સ્થાને કર્ણાટક છે જ્યાં 11 લાખથી વધુ વેક્સિન આપવામાં આવી છે. તે જ સમયે, ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. સાત લાખથી વધુ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
Today’s record-breaking vaccination numbers are gladdening. The vaccine remains our strongest weapon to fight COVID-19. Congratulations to those who got vaccinated and kudos to all the front-line warriors working hard to ensure so many citizens got the vaccine.
Well done India!
— Narendra Modi (@narendramodi) June 21, 2021
આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ‘રસીકરણના આજના રેકોર્ડ બ્રેકિંગ આંકડાઓ ઉત્સાહ વધારનારા જોવા મળ્યા છે. વેક્સિન હજી પણ કોરોના સામે સૌથી મજબૂત હથિયાર છે. જેમને વેક્સિન મળી છે તેમને અભિનંદન. આટલી મોટી સંખ્યામાં લોકોને રસી આપવાની ખાતરી આપતા તમામ ફ્રન્ટલાઈન કામદારોનો આભાર.વેલ ડન ઈન્ડિયા .