- સમગ્ર દેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 40 જેટલા કેસ
- મહારાષ્ટ્રમાં સૌથી કેસ નોંધાયા
- ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ચિંતાનો વિષય
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાવાયરસની બીજી લહેરમાં વાયરસના ડેલ્ટા વેરિએન્ટને કારણે ભયનો માહોલ સર્જાયો, હવે તેના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લઈને ચિંતામાં ઓર વધારો થયો છે. આ નવા વેરિએન્ટને લઈને શંકાઓ સેવાઈ રહી છે કે દેશમાં ટૂંક સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, અત્યાર સુધીમાં આ વેરિએન્ટથી સંક્રમિત 40 થી વધુ કેસ નોંધાયાઈ ચૂક્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ જાવા મળ્યા છે.
આ મામલે તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે ડેલ્ટા પ્લસ એ ‘ચિંતાનો વિષય’ છે. હાલમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો માત્ર કેરળ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ત્રણ રાજ્યો પુરતા સિમિત રહ્યા નથી. આ અન્ય રાજ્યોમાં પણ હવે મળી રહ્યા છે, જેમાં મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 21, મધ્યપ્રદેશમાં 6, કેરળમાં 3, પંજાબમાં 1, તમિળનાડુમાં 3 અને આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને પંજાબમાં 1 -1 દર્દીઓ મળી આવ્યા છે.જે દેશની ચિંતામાં વધારો કરે છે
ઉલ્લેખનીય છે કે, મંગળવારે સાંજે આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ થઈ હતી, જેમાં આરોગ્ય અધિકારીઓએ આ નવા પ્રકાર અંગે માહિતી આપી હતી. પ્રેસ બ્રીફિંગ દરમિયાન આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે હાલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 9 દેશોમાં જોવા મળે છે – યુકે, યુએસ, જાપાન, રશિયા, ભારત, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, નેપાળ અને ચીનમાં તેની પૃષ્ટિ થઈ છે.
આ દરમિયાન તેમણે કહ્યું કે રાજ્યોને એક પત્ર લખીને કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ સાથે કઈ રીતે ડીલ કરવી. અમે નથી ઇચ્છતા કે ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ વધઝુ ફેલાય. નિષ્ણાતોનું જો માનવામાં આવે તો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ દેશમાં કોરોનાની ત્રીજી તરંગનું કારણ બની શકે છે.