મોબાઈલમાં નંબર સેવ નથી અને વોટ્સએપમાં મેસેજ કરવો છે? આ છે આસાન ટ્રીક
- વોટ્સએપની જાણો આ નવી ટ્રીક
- અજાણ્યા નંબરને સેવ કર્યા વગર થશે મેસેજ
- ન કામના નંબરને સેવ કરવાની ઝંઝટ જ નહી
મુંબઈ: આજકાલના સમયમાં ટેક્નોલોજી આવે એટલી ઓછી.. આ વાત કહેવામાં કોઈને નવાઈ ન લાગે કારણ કે દિવસે અને દિવસે એવી ટેક્નોલોજી આવતી જાય છે. જેના વિશે સામાન્ય માણસ ક્યારેય વિચારે પણ નહી. આ ટેકનોલોજીના યુગમાં સોશિયલ મીડિયા અને તેમા પણ ખાસ કરીને WhatsApp આજે દરેક લોકોને એક મહત્વનું અને જરૂરિયાતનું પાસું બની ગયું છે.
WhatsApp દ્વારા નવા ફીચર લોન્ચ કરવામાં આવ્યા છે. WhatsApp પર તમારે કોઈને મેસેજ સેન્ડ કરવો હોઈ તો નંબર સેવ કરવો જરૂરી હતો. આજે અમે તમને એક એવી ટ્રીક બતાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી તમે નંબર સેવ કર્યા વગર જ WhatsApp પર મેસેજ સેન્ડ કરી શકશો.
તમારે સૌ પ્રથમ વેબ બ્રાઉઝરમાં https://api.whatsapp.com/send?phone=XXXXXXXXXXX આ લિંક ઓપન કરવી પડશે. આ લિંકમાં જ્યાં XXXXXXXXXX લખ્યું છે ત્યાં તમારે કન્ટ્રી કોડની સાથે મોબાઈલ નંબર નાખવાનો રહેશે. આ નંબર એ વ્યક્તિનો હોવો જોઈએ જેને તમે WhatsApp મેસેજ કરવા માંગો છો પણ નંબર સેવ કરવા માંગતા નથી.
જ્યારે તમે નંબર એન્ટર કરશો તો તમને નીચે એક મેસેજ લખેલ જોવા મળશે. હવે નીચે Message +911234567890 on WhatsApp લખ્યું હશે. જેની નીચે Message લખ્યું હશે શેર કરવા માટે ક્લિક કરો. એક પોપ અપ પણ આવશે જેમાં તમારે Open WhatsApp Desktop પર ક્લિક કરવાનું રહેશે.
તમને Looks like you don’t have WhatsApp installed! DOWNLOAD or use WhatsApp Web લખેલો મેસેજ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં તમારે પહેલા WhatsApp ડાઉનલોડ કરવું પડશે. અથવા તો WhatsApp Webથી એક્સેસ કરવું પડશે.
હવે તમે નંબર સેવ કર્યા વગર કોઈપણને WhatsApp પર મેસેજ કરી શકશો. અને હવે એક સાથે 5 મોબાઈલમાં વોટ્સએપ ચલાવી શકશો