- કોરોના મહામારી દરમિયાન એમ્બ્યુલન્સની માંગમાં વધારો થયો
- જો કે બીજી તરફ એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો થયો નથી
- સ્થાનિક માંગ ઓછી થવાને કારણે જ એમ્બ્યુલન્સનું વેચાણ ઘટ્યું
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં એમ્બ્યુલન્સની માંગમાં ઘણો વધારો થયો છે પરંતુ વાહન નોંધણીના આંકડાઓ પર નજર કરીએ તો માલૂમ પડે છે કે એમ્બ્યુલન્સના સપ્લાયમાં વધારો નથી થયો. કોરોના મહામારીને નિયંત્રણમાં લેવા માટે દેશમાં પ્રથમ વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું તે માર્ચ 2020 બાદ એમ્બ્યુલન્સના વેચાણમાં ઘટાડો થયો છે.
સરકાર વાહનોની નોંધણીના આંકડા ઉપલબ્ધ કરાવે છે જ્યારે સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ વેચાણના આંકડા જાહેર કરે છે. જોકે વેચાણ અને રજીસ્ટ્રેશનની સંખ્યામાં થોડું ઘણું અંતર હોય છે. સિયામના વેચાણના આંકડા ડિલરોને વેચવામાં આવેલ વાહનો પર આધારિત હોય છે જેથી આ સમસ્યા સર્જાય છે. સિયામના આંકડામાં તેનો ઉલ્લેખ કરવામાં આવશે પરંતુ જ્યાં સુધી ગ્રાહક વાહનની ખરીદી કે નોંધાવે નહીં તો તે રજીસ્ટ્રેશનમાં નજરે નથી આવતું.
વિશ્લેષકો અનુસાર લોકડાઉનને કારણે નોંધણી મુશ્કેલ બની છે. પરંતુ ફક્ત નોંધણી દોષી છે. નિકાસની તુલનાએ સ્થાનિક વેચાણમાં ચોક્કસપણે મંદી છે જે પ્રમાણમાં સ્થિતિસ્થાપક રહી છે. ઇન્ડસ્ટ્રીઝના એક અધિકારી અનુસાર સ્થાનિક માંગ ઓછી થવાને કારણે જ એમ્બ્યુલન્સનું વેચાણ ઘટ્યું છે.
લોકડાઉનને કારણે ડીલરશીપ અને RTO પણ બંધ હતા. ફેડરેશન ઑફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિએશને જણાવ્યું કે, વેચાણ આ કારણે પણ પ્રભાવિત થયું છે. એમ્બ્યુલન્સ બનાવતી કંપનીના એક અધિકારી અનુસાર મહામારી દરમિયાન સરકારી ઓર્ડર પણ ઓછા રહ્યા હતા.