ચોમાસામાં આવતી લીલી ખારેક આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક- જાણો કઈ સમસ્યામાંથી મળે છે છૂટકારો
- લીલી ખજૂરને ખલેલા પમ કહેવામાં આવે છે
- ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બનાવે છે ખજૂર
સોમાસાની ઋતુ આવતાની સાથે જ સિઝનલ ફળો આવવાની શરુઆત થઈ જાય છે.તેમાં એક છે લીલા ખજુર કે જેને અનેક લોકો ખલેલા તરીકે પણ ઓળખે છે, ખાસ કરીન ખલેલા બે પ્રકારના જોવા મળે છે, લાલ અને પીળા રંગના,મૂળ અરબસ્તાનનુ વૃક્ષ ખારેક આમ તો ભારતમાં પંજાબ,રાજસ્થાન તેમજ દક્ષિણના તટીય વિસ્તારોમાં જોવા મળે છે.પરંતુ ભારતમાં એક ફળ તરીકે ખારેકની વ્યવસાયીક ખેતી માત્ર કચ્છમાં વધુ પ્રમાણમાં થાય છે.
આ સિઝનમાં લીલી ખારેક ખુબ જ પ્રમાણમાં આવે છે તો સિઝનનો દરેકે લાભ લેવો જોઈએ અને ફળાઆહારમાં તમારે લીલી ખજૂર ખાવી જોઈએ, તેને ખાવાથી અનેક ફઆયદાઓ થાય છએ,તો ચાલો જોઈએ આ લીલી ખજીર ખાવાથી થતા ફાયદાઓ
- લીલખજૂરનું સેવન બાળકો માટે ખૂબજ ગુણકારી છે, બાળકોને તેના સેવનથી પુરતા પોશત તત્વો મળી રહે છે,
- આ ખજૂરનું સેવન કરવાથી હાડકાને મજબુત બને છે અને શરીરમાં ઘણીબધી શક્તિનો સંચાર કરે છે, ઊર્જા ઉત્પન્ન કરે છે
- લીલી ખજૂરમાંથી મોટા પ્રમાણમાં આપણાને વિટામીન્સ અને મિનરલ્સ મળી રહે છે.
- લીલી ખારેકમાંથી આ વિટામીન એ આ સિવાય વિટામીન સી અને વિટામીન ઇ અને બી કોમ્પ્લેક્સ એ તમને ભરપુર માત્રામાં મળી આવે છે.
- સીઝનમાં જાત જાતના રોગ થવાના કે ઇન્ફેક્શનના ચાન્સ એ પણ વધુ હોય છે. આ ખારેક તમને એ બધા કરોગમાંથી બચાવે છે.
- આ ખજૂરના સેવનથી સ્ટ્રોંગ ઇમ્યુનિટી તો બને જ છે સાથે ચાચન ક્રિયા સુધરીને આપણી પાચન શક્તિ મજબૂત બને છે.
- લીલી ખારેકમાં એક મિનરલ્સ એ ભરપુર હોય છે. અને શાકાહારી ખોરાકમાં તમને ભાગ્યેજ મળે તેનું નામ છે, આયર્ન, જે ખારેકમા તમને સારી એવી માત્રામાં મળે છે.
- જે વ્યક્તિને ખુબ થાક લાગતો હોય માટે તમને આ શારિરીક અને માનસિક કામ એ વધુ રહેતા હોય અને તેમણે આ ખારેક એ ખાવી જોઇએ .
- આયર્ન સિવાય તમને ખારેકમાંથી ઝિંક અને ફોસ્ફરસ અને કોપર અને સેલેનિયમસ અને આ સિવાય પોટેશિયમ પણ તેમાં ભરપુર પ્રમાણમાં જોવા મળે છે.
- આ લીલી ખારેકનું સેવન આ સીઝનમાં થતી શરદી ઉધરસથી તમને બચવા માટે ઉપયોગી છે.