કેન્દ્ર સરકાર જુલાઈ મહિનામાં રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને માત્ર 12 કરોડ વેક્સિનના ડોઝ આપશે- પર્યાપ્ત રસીનો અભાવ રસીકરણની ગતિને કરી શકે છે અવરોધિત
- કેન્દ્ર આવતા મહિને રાજ્યોને 12 કરોડ વેક્સિનના ડોઝ આપશએ
- સરકારનું રોજ 1 કરોડ રસીકરણના લક્ષ્યાંક પર આટલા ડોઝ કરશે કામ?
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની ત્રીજી લહેરની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે બીજી લહેર જે રીતે તીવ્ર બની હતી તે રીતે હવે દેશમાં મોટા પાયે વેક્સિનેશન થાય તે જરુરી છે,કોરોના સામે માત્ર વેક્સિન જ એક ઈલાજ છે, ત્યારે હવે વેક્સિન વધુ પ્રમાણમાં આપવા માટે સરકાર રાજ્યોને વેક્સિન ઉપલબ્ધ તો કરાવી રહી છે પરંતુ જે રીતે દેશની આબાદી વધુ છે તે રીતે વેક્સિન માટે લોકોએ રાહ જોવી પડી રહી છે.
આ બાબાતે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓ જુલાઈ-ઓગસ્ટ મહિના સુધી દરરોજ આશરે 1 કરોડ વેક્સિનના ડોઝ આપીને વર્ષના અંત સુધી દેશની મોટા ભાગની વસ્તીનું રસીકરણ પૂર્ણ કરશે. જો કે, એક જ દિવસમાં એક કરોડ રસીકરણ કરવાનું લક્ષ્યાંક આવનારા મહિનામાં પુરુ થાય તેમ જોવા મળી રહ્યું નથી, કારણ કે જુલાઈમાં, કેન્દ્ર સરકાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એન્ટી-કોરોના રસીના 12 કરોડ ડોઝ પ્રદાન કરશે. જેમાંથી, જ્યાં 10 કરોડ ડોઝ કોવિશિલ્ડના હશે, જ્યારે 20 કરોડ ડોઝ કોવેક્સિનના હશે.
રસીના 12 કરોડ ડોઝમાંથી 75 ટકા કેન્દ્રો રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપશે, જ્યારે નવી રસી નીતિ હેઠળ 25 ટકા રસી ખાનગી હોસ્પિટલો માટે ઉપલબ્ધ કરાવાશે .ઉલ્લેખનીય છે કે રસીકરણની બાબતમાં 21 જૂનથી 27 જૂનનો સપ્તાહ ભારત માટે શ્રેષ્ઠ રહ્યો છે. આ અઠવાડિયામાં દરરોજ સરેરાશ 60 લાખ રસી આપવામાં આવી છે.
જડો કે આ બબાતને લઈને જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે રસીકરણની ગતિ આવતા મહિને ધીમી પડી શકે છે. 12 કરોડની રસી પ્રમાણે દેશમાં દરરોજ સરેરાશ 40 લાખ ડોઝ આપવામાં આવશે. જૂન મહિનામાં, 27 જૂન રવિવાર સુધી, દેશમાં 10.6 કરોડ ડોઝ લગાવવામાં આવશે છે. આ અઠવાડિયામાં જ દેશમાં 2.૨ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.