- સોના,ચાંદીના ઘરેણા ચમકાવવા માટે ખારાનો કરો ઉપયોદ
- ટૂથપેસ્ટની મદદથી ઘરેણાને સાફ કરી શકો છો
ગરમીમાં આપણાને પસીનાની ખૂબ ફરીયાદ રહેતી હોય છે જેને કારણે મહિલાઓએ પહેરેલા ઘરેણા કાળા પડી જાય છે, અથવા તો ઘરેણા ઘણી વખત પડ્યા પડ્યા પણ કાળા પડી જાય છે, ત્યારે આવા સમયે આપણા આ કાળા પડી ગયેલા ઘરેણાનો ઘરમાં રહેલી વસ્તુઓથી જ ચોક્ખા ચમકદાર બનાવી શકીએ છીએ, ઘરેણા ચાહે સોનાના હોય કે ચાંદીના હો. કે પછી ઓક્સોડાઈઝના હોય પમ તેની ચમક આછી પડી જાય તો પહેરવાનું મન ન થાય જેથી તેને ચમકાવા ખૂબ જરુરી છે,તો ચાલો જાણીએ કરી રીતે તમારા ઘરેણાઓ ઘરમાં રહેલી વસ્તુઓથી જ સાફ કરી શકાય છે.
ઘરે તમે આ રીતે તમારા ઘરેણાંને ચમકાવી શકો છો-જાણો અલગ અલગ રીત
સૌ પ્રથમ ગરમ પાણીમાં ડિટજન્ટ પાવડર નાખી ઘરેણાંને પાણીમાં પલાળી રાખો, 10 મિનિટ બાદ તેને ટૂથ બ્રશ વડે હળવે હાથે ઘસીને ઘોઈ લેવા જેનાથી ઘરેણા પરની કાળશ દૂર થશે અને ચમક આવશે.
આ સાથે જ જો ચાંદીના ઘરેણાંને સાફ્ કરવા હોય તો તે માટે એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ કરવો જોઈએ. એક એલ્યુમિનિયમ ફોઈલના ટુકડા પર ઘરેણાં રાખીને તેના ઉપર બેકિંગ સોડા છાંટીને તેના પર પાણી નાખો,ત્યાર બાદબ્રશ વડે સાફ કરીલો.
ડો તમારે .સિલ્વર કે પ્લેટિનમ જ્વેલરીને ચમકાવવી હોય તો નાના કપડાંને સફરજનના સરકામાં ડૂબાડી સિલ્વર કે પ્લેટિનમની જ્વેલરી પર ઘસવાથી કાળાશ દૂર થાય છે. તેનાથી જ્વેલરી ચમકી ઉઠશે..
ઘરેણાને ચમકાવવા માટે ખાસ ટૂથપેસ્ટનો ઉપયોગ પણ તમે કરી શકો છો. થોડી ટૂથપેસ્ટને જ્વેલરી પર લગાડો અને નરમ ટૂથબ્ર્રશની મદદથી દરેક ઘરેણાંંને હળવા હાથે ઘસો.ત્યાર બાદ તેને પાણીમાં બોળી દો, અને 2 મિનિટ બાદ પાણીમાંથી કાઢીને બરાબર ધોઈલો, તમારા ઘરેણાની ચમક બે ગણી થઈ દશે.
આ સાથે જ ચાંદીના ઘરેણા પરની કાળાશને દૂર કરવા તમે લીંબુનો પમ ઉપયોગ કરી શકો છો, લીબુંમા રસમાં એક કોટનનો કટકો બોળીને તેના વજે આ ધરેણાં સાફ કરવાથી ચમકે છે.