કિચન ટિપ્સઃ- રસોઈ બનાવતી વખતે જો આટલી વસ્તું કરશો ફોલો તો તમારી રસોઈ બનશે ચોક્કસ સાવદિષ્ટ
સાહિન મુલતાનીઃ-
- રાઈસ સફેદ કરવા ઓસાવતા વખતે તેમાં લીબુંનો રસ નાખવો
- કઠોળ બનાવતા પહેલા તેને 4 કલાક પાણીમાં પલાળો
મહિલાઓની પ્રયોગશાળા એટલે કિચન, જ્યા સવારથી લઈને સાંજ સુધી અવનવી વાનગીઓથી લઈને અવનવી ડિશ બનતી હોય છે, મેનકોર્ષ, સુકા નાસ્તા, ગરમ નાસ્તા કે બીજી કેટકેટલીય વનગીઓ મહિલાઓ પોતાના કિચનમાં બનાવતી હોય છે, જો કે આ તમામ પ્રકારની રસોઈ બનાવવા માટે નાની નાની બાબતો પર જો ધ્યાન આપીએ તો ચોક્કસ તમારી રસોઈનો સ્વાદ બેગણો થઈ જશે, તો ચાલો જાણીએ કે રસોઈ કરતી વખતે કંઈ કંઈ બાબતો પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.
જો તમે તુવેરની મસાલા દાળ કે દાલફ્રાઈ વધારો છો તો તેમાં 1 ચમચી લીલી મેથીની ભાજી એડ કરો જેનાથી દાળનો સ્વાદ બમણો થશે.
જો તમે રાઈસ ઓસાવી રહ્યા છો અને તેને છૂટ્ટા છૂટ્ટા કરવા છે તો તેમાં એક ચમચી ઓીલ નાખીદો જેથી રાઈસ છૂટ્ટા બનશે.
રાઈસ ઓસાવતા વખતે તેમાં એક ચેલચી અને તજપત્તા એડ કરો જેનાથી રાઈસ ખુશ્બુદગાર બનશે
રાઈસને સફેદ કરવા માટે તેમાં લીંબુનો રસ એડ કરવો જેનાથી તમારા રાઈસ એકદમ સફેર રેસ્ટોરન્ટ જેવા દેખાશે.
ટોલલી બનાવતી વખતે તેમાં તેલનું મોળ એડ કરવું તેનાથી રોટલી નરમ બને છે, અને લાંબા સમય સુધી નરમ રહે છે.
દેશી જીણા ચણા, વટાણા, છોલે ચણા ને બનાવવા માટે સો પ્રથમ તેને 6 થી 7 કલાક સુધી પાણીમાં પલાળી દો, તો તે તરત બફાઈ જશે.
ઈંદડા બનાવતી વખતે તેમાં ઈનો એડ કરશો તો તમારે આથો ન આવ્યો હોય તો પમ તમારા ઈદડા સોફિટ બનશે.
બટાકાના કોરોના શાકના વધારમાં કઢી લીમડો ચોક્કસ નાખો તેનાથી સ્વાદ બમણો થશે
કોઈ પણ શાક, દાળને વધારવા માટે રાય બરાબર ફોળવી ત્યારે જ તમારી રસોઈ પરફેક્ટ કહેવાશે.