દેશમાં 3 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા 40 હજાર નવા કેસ નોંધાયાઃ- સ્વસ્થ થવાનો દર 96.8 ટકા પર પહોંચ્યો
- કોરોનાના કેસમાં રાહત
- 100 દિનસ બાદ નોંધાયા 40 હજારથી ઓછા કેસ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં હવે કોરોનાની ગતિ ઘીમી પડી ચૂકી છે,કોરોનાની બીજી લહેર ,સામેની લડતમાં ભારતનેમોટી રાહત મળી છે. આરોગ્ય મંત્રાલયની નવી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના માત્રને માત્ર 37 હજાર 566 નવા કેસ નોંધાયા છે. આ દૈનિક કેસોમાં 102 દિવસ પછી એટલે કે લગભગ સાડા ત્રણ મહિના પછીનો સૌથી નીચો આંકડોજોવા મળ્યો છે. તે જ સમયે, દેશભરમાં 907 દર્દીઓએ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.તો સામે સાજા થનારા દર્દીઓની આંકડો પણ ઊંચો રહ્યો છે.
આ સાથે દેશમાં કોરોના માટે સારવાર લેતા દર્દીઓ પણ માત્ર 5 લાખ 52 હજાર 659 જોવા મળે છે. હવે દેશના એક્ટિવ કેસો કુલ કેસના માત્ર 1.82 ટકા જોવા મળી રહ્યા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 2 કરોડ 93 લાખ 66 હજાર 601 લોકો સાજા થઈ ચૂક્યા છે.કોરોનાની સામે ભારતના લોકોએ અડગ રહીને જંગ લડી છે.
જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો દેશમાં 56 હજાર 994 દર્દીઓએ કોરોનાને હરાવીને સવ્સ્થ થયેલા જોવા મળે છે. આ સતત 47 મો દિવસ છે જ્યારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા તેના રોજિંદા નોંધાતા કેસો કરતા પણ વધારે જોઈ શકાય છે. રિકવરી રેટ પણ વધીને 96,87 ટકા થયો છે.આ સહીત સાપ્તાહિક સંક્મણ દર ઘટીને 2.74 ટકા થયો છે.