1. Home
  2. ગુજરાતી
  3. ભૂતે મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોઃ ભૂત સામે નોંધાઈ ફરિયાદ

ભૂતે મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યોઃ ભૂત સામે નોંધાઈ ફરિયાદ

0
Social Share

વડોદરાઃ  જાંબુઘોડા પોલિસ સ્ટેશનમાં  એક વ્યક્તિ ડરથી કાંપતો કાંપતો પહોંચ્યો હતોઅને એવી ફરિયાદ કરી હતી કે, ભૂતોની ટોળકી મને પરેશાન કરી રહી છે. અને મને મારી નાંખવાની ધમકી પણ આપે છે. હું ભાગીને પોલીસ સ્ટેશન સુધી પહોંચી શક્યો છું સાહેબ મને બચાવી લ્યો, મારી ફરિયાદ નોંધો, આખરે પોલીસ સ્ટેશનના અધિકારીને ભૂત સામે ફરિયાદ નોંધવાની ફરજ પડી હતી. પોલીસે વિચાર્યુ પણ નહીં હોય કે આ ફરિયાદીને કારણે તેમણે બે ભૂતો સામે ફરિયાદ નોંધવી પડશે. જાંબુઘોડા પોલીસે બે ભૂત સામે ફરિયાદ નોંધી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ફરિયાદીનો દાવો છે કે ભૂતોની એક ટોળી તેને પરેશાન કરે છે અને તેમાંથી બે ભૂતોએ મારી નાખવાની ધમકી પણ આપી છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના એક કસબામાં રહેતા 35 વર્ષીય આ ફરિયાદી જણાવે છે કે, મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી એટલે હું ભાગીને પોલીસ સ્ટેશન આવી ગયો. હું વિનંતી કરુ છું કે મારો જીવ બચાવી લેવામાં આવે. પોલીસને લાગ્યું કે આ વ્યક્તિની માનસિક સ્થિતિ સ્થિર નથી. માટે તેને સાંત્વના આપવા માટે પોલીસે ફરિયાદ નોંધી લીધી.

પોલીસ સબ ઈન્સ્પેક્ટરને લખવામાં આવેલી અરજી અનુસાર, જ્યારે ફરિયાદી પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે ભૂતોની એક ટોળીએ તેને પરેશાન કર્યો હતો. પીએસઆઈ મયંક સિંહ જણાવે છે કે, રવિવારના રોજ જ્યારે તે પોલીસ સ્ટેશનમાં આવ્યો ત્યારે હું હાજર હતો. તે અત્યંત વ્યાકુળ હતો અને તેનું વર્તન પણ સામાન્ય નહોતું. અમે તેની ફરિયાદ નોંધી અને તેને બતાવી પણ, જેથી તે શાંત થઈ જાય.

પોલીસે તેના પરિવારનો સંપર્ક કરવાનો પણ પ્રયત્ન કર્યો. પરિવાર સાથે વાત કરતાં જાણવા મળ્યું કે યુવકની માનસિક સારવાર ચાલી રહી છે, જો કે તેણે પાછલા 10 દિવસથી દવા નથી લીધી. પીએસઆઈ જણાવે છે કે, અમે સોમવારના રોજ ફરી એકવાર તેની સાથે વાત કરી હતી. તેણે જણાવ્યું કે, હું પોલીસ સ્ટેશન એટલા માટે આવ્યો કે મને લાગ્યું કે ત્યાં મને ભૂત હેરાન નહીં કરે. અમે તેના પરિવારને જણાવ્યું કે તે સુનિશ્ચિત કરે કે દવાઓ સમયસર લેવામાં આવે જેથી આ પ્રકારની સ્થિતિ ફરીથી ના સર્જાય.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code