કોરોનાની બીજી લહેરઃ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં
દિલ્હીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં લાખા લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. આ વખતે ગ્રામીણ વિસ્તારની સરખામણીએ શહેરી વિસ્તારના લોકોને વધારે અસર થઈ છે. યુગોવના સર્વેના રિપોર્ટ અનુસાર બીજી લહેર બાદ પાંચમાંથી બે શહેરી વિસ્તારના લોકોની આર્થિક સ્થિતિ લથડી છે. એટલે કે 40 ટકા લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
સર્વેમાં જોડાયેલા લોકો માને છે કે, છેલ્લા 3 મહિનાથી તેમની આર્થિક સ્થિતિ વધારે નાજુક છે. દેશમાં કોરોના વાયરસના કેસમાં વધારો થતા 10 પૈકી 7 લોકોને પોતાના પૈસાને લઈને ચિંતિત બન્યાં છે. પાંચમાંથી બે લોકોની આર્થિત સ્થિતિ ખરાબ છે. એટલે કે 32 ટકા લોકોને કોઈ વધારે સમસ્યા નથી. સાતમાંથી એક વ્યક્તિને એવુ લાગે છે કે, આ સમયગાળામાં તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે.
સર્વેમાં સામેલ લોકોના મતે આર્થિક સ્થિતિમાં સુધારો થતા સમય લાગશે. 37 ટકા લોકો માને છે કે, આગામી 6 મહિનામાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. 51 ટકા લોકોને લાગે છે કે, આર્થિત સ્થિતિમાં સુધારો થવામાં સમય લાગશે. એક રિપોર્ટ અનુસાર દેશમાં 40 ટકા કરોડ લોકો વ્યવસાય કરતા હોવાથી દેવા હેઠળ દબાયેલા છે. કેટલાક લોકોએ ઓછી રકમ વ્યાજે લીધી છે. જાન્યુઆરી 2021 સુધી ભારતમાં વ્યવસાય કરનારાઓ 40.07 કરોડ લોકો હતો. જે પૈકી 20 કરોડથી વધારે વ્યવસાયકારોએ લોન લીધી છે. સીઆઈસીના આંકડા અનુસાર ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારમાં 18-33 વર્ષની ઉંમરના 40 કરોડ લોકો વચ્ચે દેવા બજારમાં વૃદ્ધિની સંભાવના છે. આ ગ્રુપમાં વ્યાજ દર 8 ટકા છે.