ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇથી ફરી શાળાઓમાં ઓનલાઇન વર્ગો થશે શરૂ
- ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય
- વિદ્યાર્થીઓના ભણતરને લઈને લેવાયો નિર્ણય
- 1 જુલાઈથી ફરી શાળાઓમાં શરૂ થશે ઓનલાઇન વર્ગો
દેહરાદુન : વિદ્યાર્થીઓના ભણતરને લઈને ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડમાં ઉનાળુ વેકેશન બાદ હવે શાળાઓ ખોલવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે 1 જુલાઇથી શાળાઓમાં ઓનલાઇન વર્ગો ફરી શરૂ કરવા સૂચનાઓ જારી કરી છે. આ માહિતી ઉત્તરાખંડ સરકારના જોઇન્ટ સેક્રેટરી જે.એલ. શર્માએ આપી છે નવું શૈક્ષણિક સત્ર 1 જુલાઇથી શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત, કોરોનાના કેસો પર નિયંત્રણ છે. તેથી જ સરકારે ઓનલાઇન વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.
30 જૂને એટલે કે આજે જારી કરવામાં આવેલી નોટિસ મુજબ કોરોનાની બીજી લહેરની રોકથામ માટે રાજ્યમાં કાર્યરત સરકારી, બિન-સરકારી, ખાનગી, ડે-બોર્ડિંગ શાળાઓમાં 30 જૂન સુધી ઉનાળુ વેકેશન જાહેર કરાયું હતું. હવે રજાઓ પૂર્ણ થયા બાદ શાળાઓ 1 જુલાઈ થી ફરી શરૂ કરવામાં આવશે. જો કે, હજી પણ ઓનલાઇન જ અભ્યાસ થશે.
કોરોના સંક્રમણની ગતિ હવે ધીમી થઈ ગઈ છે.એવામાં અનલોક કરવાની પ્રક્રિયા દરમિયાન વિવિધ રાજ્યોમાં લાદવામાં આવેલ પ્રતિબંધો ધીમે ધીમે ઘટાડવામાં આવી રહી છે. તેલંગાણા, મધ્યપ્રદેશ સહીત અન્ય રાજ્યોમાં હવે 1 જુલાઈથી શાળાઓ અને કોલેજો સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ ખુલી જશે. જો કે, ઓનલાઇન અભ્યાસ માટે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવામાં આવી રહી છે. હમણાં શાળામાં ફક્ત અધ્યાપન કર્મચારીઓને જ મંજૂરી આપવામાં આવશે.