મુંબઈ સમાચારના ડાયરેક્ટર મનચેરજી કામાનું નિધનઃ રિવાઈ પરિવારે પાઠવી શ્રદ્ધાંજલી
મુંબઈઃ દેશમાં સૌથી જુના ન્યૂઝ પેપર મુંબઈ સમાચારના નિર્દેશક મનચેરજી નુસેરવાનજી કામાનું આજે ટૂંકી બિમારી બાદ નિધન થયું છે. મુંબઈ સમાચારના મનચેરજી નુસેરવાનજી કામાના નિધન ઉપર જાણીતા ગુજરાતી ન્યૂઝ પોર્ટ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) પરિવારએ શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.
અખબારી જગતમાં સૌથી જુના ગણાતા અને પ્રથમ ગુજરાતી અખબાર મુંબઈ સમાચારના ડાયરેક્ટર મનચેરજી કામાની સામાજિક સેવાકીય પ્રવૃતીમાં કામગીરી સરાહનિહ રહી હતી. બોમ્બે પારસી પંચાયતના પૂર્વ ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી હતી. કામા દક્ષિણ મુંબઈના વાલકેશ્વરમાં રહેતા હતા. બોમ્બે પારસી પંચાયતની સ્થાપના 1681માં થઈ હતી. આ મુંબઈમાં પારસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતી મોટી સંસ્થા છે અને સૌથી જુના પરમાર્થ ટ્રસ્ટોમાં એક છે. ઈતિહાસ, ભાષાઓ અને ભાષા વિજ્ઞાનમાં રૂચિ રાખનારા કામા ઘણાબધા ચેરિટીના બોર્ડમાં સામેલ હતા. તેમજ ગરીબોને આરોગ્યલક્ષી સુવિધા ઉપબલ્ધ કરાવામાં મદદ કરતા હતા. તેમના ભાઈ હોર્મસજી હાલ મુંબઈ સમાચારના દિન-પ્રતિદિન કાર્યોમાં સૌથી વધારે સક્રિય રહે છે.