ડબલ્યૂએચઓની ચેતવણીઃ- ડેલ્ટા વેરિએન્ટ જોખમકારક, વધુ સંક્રમિત હોવા સાથે સ્વરુપમાં થઈ રહ્યો છે સતત બદલાવ
- ડબલ્યૂએચઓની ડેલ્ટા વેરિએન્ટને લઈને ચેતવણી
- વધુ જોખમી વાયરસ હોવા સાથે સતત સ્વરુપમાં થઈ રહ્યું પરિવર્તન
- 98 દેશોમાં ડેલ્ટા વેરિએન્ટે પગપેસારો કર્યો છે
દિલ્હીઃ-કોરોના મહામારી બાદ સમગ્ર દેશમાં ડેલ્ટા વેરિએન્ટને લઈને ચિંતા વધઈ છએ ત્યારે આ હવે ડબલ્યૂએચ ઓ પણ ચેતવણી આપી છે,વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહેનોમ ઘેબ્રેએયિયસે ચેતવણી આપી છે કે વિશ્વ કોરોના મહામારીના ખૂબ જ જોખમી તબક્કા’ માં છે.કોરોનાના ડેલ્ટા જેવા સ્વરૂપો વધુ સંક્રમિત હોય છે અને સમય જતાં સતત બદલાતા રહે છે. તેમણે કહ્યું કે જે દેશોમાં ઓઠી વસ્તીને વેક્સિન આપવામાં આવી છે ત્યા હોસ્પિટલમાં ફરી એક વખત દર્દીઓ વધી રહ્યા છે.
ડબલ્યૂએચઓના ડાયરેક્ટર જનરલે કહ્યું કે, વિશ્વનો કોઈ દેશ હાલ પણ જોખમમાંથી સંપૂર્ણ બહાર આવ્યો નથી. ડેલ્ટા સ્વરુપ ખતરનાક છે અને સમય જતાં તેસતત બદલાતો રહે છે તેના પર સતત દેખરેખ રાખવાની જરૂર છે. આવેરિએન્ટ ઓછામાં ઓછા 98 દેશોમાં મળી આવ્યો છે અને ઘણા દેશોમાં ઝડપથી ફેલાઇ પણ રહ્યો છે, તેમણે જણાવ્યું હતું કે, જાહેર આરોગ્ય અને કડક દેખરેખ, પ્રારંભિક રોગની તપાસ મળતા ક્વોરોન્ટાઈન કરવું હાલ પણ એટલું જ જરુરી સાબિત થાય છે.
તેમણે આ બાબતે ચેતવણી આપતા જણાવ્યું હતું કે હાલ પણ માસ્ક પહેરવું, શારિરીક અંતર જાળવવું, ભીડભાડ વાળઈ જગ્યાઓથી દૂર રહેવું અને ઘરમાં હવાનું આવનજાવન પુરી રીતે થાય તે બાબત મહત્વની અને જરુરી છે,તેમણે સમગ્ર વિશ્વના નેતાઓને તેમની વસ્તીના 70 ટકા લોકોને આવનારા વર્ષ સપુઘી વેક્સિન આપવાનું આહવાન કર્યું છે, તેમણે કહ્યું કે જ્યા રસીકરણ ઓછા પ્રમાણમાં થી રહ્યું છે ત્યા કોરોના વાયરસ ફરીથી ફેલાતો જોવા મળી રહ્યો છે.
ડાયરેક્ટર જનરલે બાયોનેટેક, ફાઇઝર અને મોડર્ના જેવી કંપનીઓને તેમનું જ્ઞાન વહેંચવા વિનંતી કરીહતી,અને કહ્યું હતું કે, જેથી આપણે કોરોના રસીના ઉત્પાદનમાં વધારો કરી શકીએ. જેટલી વહેલી તકે આપણે વધુ રસી બનાવવાનું શરૂ કરીશું અને વૈશ્વિક રોગપ્રતિકારક ક્ષમતા વધારીશું, એટલા જલ્દી આ મહામારીમાંથી બહાર આવી શકીશું.