ગુજરાતમાં સનદી અધિકારીઓની સામુહિક બદલીઓ બાદ વધુ પાંચ આઈએએસ અધિકારીની બદલી
અમદાવાદઃ રાજયના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એકવાર આઈએએસ અધિકારીઓની સામુહિક બદલીઓ કર્યા બાદ વધુ પાંચ આઇએએસ અધિકારીઓની બદલીઓ અંગેના હુક્મો કર્યા છે. જેમાં કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્રેટરી ટુ ગર્વમેન્ટ ( કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ ) સંદીપકુમારની ડેવલપમેન્ટ કમિશનર, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. જયારે સામાન્ય વહીવટ વિભાગ ( પ્લાનિંગ ) સેક્રેટરી આઇએએસ રાકેશ શંકરને કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સેક્રેટરી ટુ ગર્વમેન્ટનો વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
ગાંધીનગર ખાતેના એડીશનલ ડેવલપમેન્ટ કમિશનર વિશાલ ગુપ્તાની કમિશનર ઓફ રૂરલ ડેવલપમેન્ટ, ગાંધીનગરમાં એડીશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ ઉપરાંત બે આઇએએસની આંતરિક બદલીઓ અંગેના હુક્મો કરવામાં આવ્યા છે. જેમાં રીજયોનલ કમિશનર મ્યુનિસિપાલીટી, વડોદરા ડી. કે. પારેખની રીજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી, ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને રીજયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલીટી- વડોદરા તરીકે પ્રશસ્તિ પરીકની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં આઈએએસ બાદ હવે આઈપીએસની બદલીઓ કરવામાં આવશે. આમ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલીઓનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે પણ રથયાત્રાને લીધે બદલીઓના ઓર્ડર કરાયા નથી, રથયાત્રા બાદ પોલીસ વિબાગમાં મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાશે તે નક્કી છે.