દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો ગ્વોબલ વોર્મિગનો સામનો કરી રહ્યો છે. તેમજ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળે છે. દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત દુનિયાના મોટાભાગના દેશોમાં ઉનાળામાં કાલઝાળ ગરમી પડે છે. દરમિયાન ભારતમાં છેલ્લા 50 વર્ષમાં હીટવેવને કારણે 17 હજાર લોકોના મોત થયા હોવાનો એક સ્ટડીમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હવામાનને લઈને જેટલી અસર માણસો ઉપર થઈ રહી છે. જેમાં હીટવેવ ટોપ ઉપર છે. દેશમાં હીટવેવથી સૌથી વધારે મોત આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને ઓડિશામાં થયા છે. આ ઉપરાંત દેશમાં વાતાવરણમાં થયેલા ફેરફારના કારણે 1.34 લાખ લોકોના મોત થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દેશના ટોચના હવામાન સાથે સંકળાયેલા વિજ્ઞાાનિકો દ્વારા એક અભ્યાસના આધારે આ આંકડા એકઠા કરવામાં આવ્યા હતા. જેમાં દેશમાં હીટવેવની શું અસર રહી તેનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ રીસર્ચ પેપરને અર્થ સાયન્સ મંત્રાલયના સેક્રેટરી એમ. રાજીવન, વિજ્ઞાાનિક કમલજીત રેય, એસ એસ રેય, આર કે ગીરી અને એ પી દિમરી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. આ પેપરના મુખ્ય ઓથર કમલજીત રેય છે.
રિપોર્ટ અનુસાર ભારતમાં વર્ષ 1971થી 2019ના સમયગાળામાં હીટવેવની 706 જેટલી ઘટનાઓ સામે આવી હતી. હીટવેવના કારણે આ સમયગાળામાં 17 હજારથી પણ વધારે લોકોના મોત થયાં હોવાનું ખૂલ્યું છે. છેલ્લા 50 વર્ષમાં 1971-2019 એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટની ઘટનાઓને કારણે 1,41,308 લોકોના મોત નિપજ્યા હતા. હીટવેવને કારણે 17 હજારથી વધારે લોકો મોતને ભેટયા હતા. જે હવામાન સંલગ્ન ઘટનાઓથી મૃત્યુ પામેલાની સરખામણીએ 12 ટકા છે. દેશના પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, તેલંગાણામાં સૌથી વધારે હીટવેવની અસર જોવા મળે છે. આ રાજ્યોમાં ઉનાળામાં ગરમીનો પારો સરેરાશ 40 ડિગ્રીની આસપાસ રહે છે.