1. Home
  2. ગુજરાતી
  3. હનુમાન જયંતી: રાવણે લીધો હતો પોતાના દરબારમાં હનુમાનજીને મારવાનો ફેંસલો, પછી પૂંછડામાં આગ લગાવવા આપ્યો આદેશ
હનુમાન જયંતી: રાવણે લીધો હતો પોતાના દરબારમાં હનુમાનજીને મારવાનો ફેંસલો, પછી પૂંછડામાં આગ લગાવવા આપ્યો આદેશ

હનુમાન જયંતી: રાવણે લીધો હતો પોતાના દરબારમાં હનુમાનજીને મારવાનો ફેંસલો, પછી પૂંછડામાં આગ લગાવવા આપ્યો આદેશ

0
Social Share

શુક્રવાર, 19 એપ્રિલના રોજ ચૈત્રી પૂર્ણિમા છે. આ દિવસે હનુમાન જયંતી ઊજવવામાં આવે છે. માન્યતા છે કે હનુમાનજીનો જન્મ ત્રેતા યુગમાં આ જ તિથિ પર થયો હતો. શ્રીરામચરિત માનસનો પાંચમો અધ્યાય સુંદરકાંડ છે. આ અધ્યાયનું પઠન કરવાની પરંપરા જૂના સમયથી ચાલી આવે છે.

સુંદરકાંડમાં સફળતાના ઘણા સૂત્રો જણાવવામાં આવ્યા છે. આ અધ્યાયમાં હનુમાનજીએ જણાવ્યુ છે કે સફળતા કેવી રીતે મેળવી શકાય, સફળતાની સાથે બીજાં કયાં કામ કરવા જોઈએ અને સફળથા પછી શું કરવું જોઈએ. સુંદરકાંડના દરેક દોહા, ચોપાઈ અને શબ્દમાં ઊંડું અધ્યાત્મ છુપાયેલું છે, જેનાથી જીવનની દરેક સમસ્યાનો સામનો કરી શકાય છે. સુંદરકાંડમાં રાવણ પોતાના દરબારમાં હનુમાનજીને મારવાનો ફેંસલો લઈ ચૂક્યો હતો. જ્યારે રાવણને આ કામ કરવાથી રોકવામાં આવ્યો તો તેણે હનુમાનજીની પૂંછડીમાં આગ લગાવવાનો આદેશ આપી દીધો.

રાવણના દરબારમાં કહેવામાં આવ્યું કે- સુનત બિહસી બોલા દસકંધરા, અંગ ભંગ કરિ પઠઈઅ બંદરા

રાવણ હસીને બોલ્યો- ‘અચ્છા તો વાંદરાને અંગ-ભંગ કરીને મોકલી દેવામાં આવે.’

રાવણે કહ્યું કે જેમની એટલે કે રામની આણે એટલે કે હનુમાને બહુ બડાઇ મારી છે, હું જરા તેમની પ્રભુતા તો જોઉં.

આ પ્રસંગમાં રાવણ અને હનુમાનજી ભય અને નિર્ભયતાની સ્થિતિમાં ઊભા થયા છે. રાવણ વારંવાર એટલા માટે હસે છે, કારણકે તે પોતાના ભયને છુપાવવા માંગે છે. તેણે કહ્યું કે હું આ વાનરના માલિકની તાકાત જોવા માંગું છું. શ્રીરામનું સામર્થ્ય જોવા પાછળ તેને પોતાનું મૃત્યુ દેખાતું હતું, જ્યારે હનુમાનજી મૃત્યુના ભયથી મુક્ત હતા.

રાવણનું ચિત્ત અશાંત હતું, જ્યારે હનુમાનજી શાંતચિત્ત હતા. તેઓ રાવણ સાથે વાદ-વિવાદ પણ કરી રહ્યા હતા અને આગળની યોજના પણ બનાવી રહ્યા હતા. આપણે જીવનમાં જ્યારે પણ કોઈ વિશેષ કામ કરવાનું હોય તો નિર્ભય રહેવું જોઈએ અને મનને શાંત રાખવું જોઈએ. ત્યારે જ આપણે સફળતા તરફ આગળ વધી શકીએ છીએ. અશાંત મનથી કરેલા કામમાં સફળતા નથી મળતી.

હનુમાનજીના જન્મ પર શું કહે છે શાસ્ત્રો

શાસ્ત્રોમાં રામભક્ત હનુમાનજીના જન્મની બે તિથિઓનો ઉલ્લેખ મળે છે. જેમાં પહેલા તો તેમને ભગવાન શિવના અવતાર માનવામાં આવ્યા છે કારણકે હનુમાનજીની માતા અંજનીએ ભગવાન શિવની ઘોર તપસ્યા કરી હતી અને તેમને પુત્રરૂપે પામવાનું વરદાન માંગ્યું હતું.

ત્યારે ભગવાન શિવે પવનદેવના રૂપમાં પોતાની રૌદ્ર શક્તિનો અંશ યજ્ઞકુંડમાં અર્પિત કર્યો હતો અને તે જ શક્તિ અંજનીના ગર્ભમાં પ્રવિષ્ટ થઈ હતી. પછી ચૈત્ર શુક્લપક્ષની પૂર્ણિમાના રોજ હનુમાનજીનો જન્મ થયો હતો.

જાણો કેમ ભગવાન શિવે લીધો હનુમાનનો અવતાર

પૌરાણિક કથાઓ અનુસાર રાવણનો અંત કરવા માટે ભગવાન વિષ્ણુએ રામનો અવતાર લીધો હતો. તે સમયે તમામ દેવતાઓએ અલગ-અલગ રૂપમાં ભગવાન રામની સેવા કરવા માટે અવતાર લીધો હતો.

તે જ સમયે ભગવાન શંકરે પણ પોતાનો રૂદ્ર અવતાર લીધો હતો અને તેની પાછળનું કારણ હતું કે તેમને ભગવાન વિષ્ણુ પાસેથી દાસ્યનું વરદાન પ્રાપ્ત થયું હતું. હનુમાન તેમનો અગિયારમો રુદ્ર અવતાર છે. આ રૂપમાં ભગવાન શંકરે રામની સેવા પણ કરી અને રાવણના વધમાં તેમની મદદ પણ કરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code