કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનું આગમન વધ્યું – સ્થાનિક લોકોની આવક સુધરી
- કોરોનાની સ્થિતિ સામાન્ય થતા પ્રવાસીઓ વધ્યા
- શિમલા અને મનાલીમાં પ્રવાસીઓનો ઘસારો
- સ્થાનિક હોટલોની આવક પણ સુધરી
- પર્યટન ક્ષેત્રમાં વેગ જોવા મળ્યો
શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીના પ્રકોપને લઈને અનેક પ્રયટન સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, છેલ્લા ઘણા દુવસોથી આ પર્તિબંધો હળવા થતા દેશનું જાણીતું પર્યટન સ્થળ ગણતું એવું હિમાચલ પ્રદેશ હવે પ્રવાસીઓથી ધમધમતું થયું છે, અહીં વિકેન્ડમાં મોટી સંખ્યામાં લોકો આવતા જોવા મળ્યા છે.
વધતા પ્રવાસીઓની સંખ્યાને લઈને સ્થાનિક હોટલોની આવકમાં પણ સુધારો નોંધાયો છે, તો બીજી તરફ હદની બહાર પ્રવાસીઓની ભીડના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.હજી કોરોના સંપૂર્ણ ગયો નથી ત્યાતો લોકોએ શિમલા-મનાલી જેવા સ્થળો પર ધામા નાખ્યા છે, એક બાજુ આ ચિંતાનો વિષય પણ બને છે.કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ આ રીતે લોકોની ભીડ ભેગી થવી તે પણ ચિંતા ઉભો કરતો પ્શ્ન છે,
પ્રતિબંધો હળવા થવાથી અત્યાર સુધી 6 થી 7 લાખ પ્રવાસીઓનું આગમન હિમાચલ પ્રદેશમાં થયું છે, દર વિકેન્ડમાં ભીડના કારણે પોલીસ બંદોબસ્ત કરવાની ફરજ પડતી હોય છે, તો ઘણી જગ્યાએ કાર પાર્કિંગ કરવા માટે પણ મથામણ થતી હોય છે ,હોટલોના અભાવ સર્જાતા પ્રવાસીઓ એ કારમાં જ રાત પસાર કરવાનો વખત આવે છે, મોટા ભાગના પ્રવાસીઓ મનાલી જવાનું તથા શિમલા જવાનું વધુ પસંદ કરતા હોવાથી પ્રવાસીઓની ભીડ વધી રહી છે, જો કે કોરોનામાં બંધ પડેલા હોટલ વ્યવસ્યાને નવો વેગ મળી રહ્યો છે તેની સાથએ જ તેઓની બંધ પડેલી આવકમાં સુધારો જોવા મળ્યો છે.