- Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી
- કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે
- IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે
નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે જ્યારે ઇન્ફો એજ ઇન્ડિયાન લિમિટેડ તરફથી 750 કરોડ રૂપિયાના શેર્સના વેચાણની રજૂઆત કરાશે.
એપ્રિલ મહિનામાં Zomatoએ સેબીમાં IPO માટે અરજી કરી હતી. જેને સેબીએ મંજૂર રાખી હતી. રિપોર્ટ અનુસાર ઇશ્યૂથી પ્રાપ્ત થયેલી રકમથી કંપની તેના બિઝનેસનું વિસ્તરણ કરશે. ગત વર્ષો દરમિયાન ઑનલાઇન ફૂડ સપ્લાય બિઝનેસમાં તેજી જોવા મળી છે.
આપને જણાવી દઇએ કે, કંપનીએ IPO, રાઇટ્સ ઇશ્યૂ અને ફૉલો ઑન પબ્લિક ઑફર રજૂ કરવા માટે સેબીની મંજૂરી લેવી આવશ્યક છે. નાણાંકીય વર્ષ 2019-20 દરમિયાન Zomatoની આવક વધીને આશરે 2 ગણી થઇ હતી. ફેબ્રુઆરીમાં કંપનીએ ટાઇગર ગ્લોબલ, કોરા અને બીજી કંપનીઓ પાસેથી 1800 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરી હતી. આ માટે કંપનીએ વેલ્યુએશન 5.4 અબજ ડૉલર લગાવી હતી.