નીતિન ગડકરી ગાયના છાણમાંથી પેંટ બનાવનારી દેશની પહેલી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા
MSME મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું કે, તેઓ ખાદી પ્રાકૃતિક પેંટના બ્રાન્ડ એમ્બેસેડર બનશે અને યુવા ઉદ્યમીઓને ગાયના છાણમાંથી પેંટ બનાવવા માટે પ્રોત્સાહિત કરવા દેશભરમાં તેનો પ્રચાર કરશે. જયપુરમાં ખાદી પ્રાકૃતિક પેંટની નવી સ્વચાલિત નિર્માણ યુનિટનું ‘ઓનલાઇન’ ઉદ્દઘાટન કરતા તેમણે કહ્યું કે,તે દેશમાં ગ્રામીણ અને કૃષિ આધારિત અર્થવ્યવસ્થાને સશકત બનાવવામાં તે મહત્વનું સાબિત થશે.
મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, દેશના આ પ્રથમ પેંટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જે ગાયના છાણમાંથી બનાવવામાં આવે છે. ગડકરીએ નિવેદનમાં જણાવ્યું કે, “લાખો કરોડો રૂપિયાના માળખાગત પ્રોજેક્ટ્સનું ઉદ્દઘાટન આ મેન્યુફેક્ચરિંગ યુનિટના ઉદ્દઘાટન જેટલું સુખદ અને સંતોષકારક નથી,” ખાદી પ્રાકૃતિક પેંટમાં સમાજના ગરીબો થી ગરીબ વ્યક્તિના લાભ માટે સતત વિકાસ કરવાની વ્યાપક સંભાવના છે અને આપણું લક્ષ્ય દરેક ગામમાં ઓછામાં ઓછું એક પ્રાકૃતિક પેંટ યુનિટ સ્થાપિત કરવાનું હોવું જોઈએ.
નવા મેન્યુફેક્ચરિંગ યુનિટની કામગીરી શરૂ થતાં પ્રાકૃતિક પેંટની ઉત્પાદન ક્ષમતા બમણી થઈ જશે. હાલમાં,પ્રાકૃતિક પેંટનું દૈનિક ઉત્પાદન 500 લિટર છે, જે દરરોજ વધારીને 1000 લિટર કરવામાં આવશે. ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનયકુમાર સક્સેનાએ જણાવ્યું હતું કે, નવો પ્લાન્ટ આધુનિક તકનીકી અને મશીનરીથી સજ્જ છે, જે ગુણવત્તા અને એકરૂપતાના સંદર્ભમાં ઉત્પાદનના ઉચ્ચતમ ધોરણોને પણ સુનિશ્ચિત કરશે.