મોદી કેબિનેટનું વિસ્તરણ: રાષ્ટ્રપતિના હસ્તે શપથવિધિ, 43 નેતાઓએ શપથ ગ્રહણ કર્યા, યુવાનો પર વિશ્વાસ દર્શાવાયો
- પીએમ મોદીની કેબિનેટનું થયું વિસ્તરણ
- 43 નેતાઓ શપથ ગ્રહણ કર્યા
- ગુજરાતમાંથી કુલ 5 નેતાઓને મંત્રી બનાવાયા
નવી દિલ્હી: આજે પીએમ મોદીના નેતૃત્વ હેઠળ કેબિનેટનું વિસ્તરણ થઇ ગયું છે. કુલ 43 નેતાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. 15 લોકોએ કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. આપને જણાવી દઇએ કે અનુરાગ ઠાકુર, પુરુષોત્તમ રૂપાલા, કિરણ રિજિજૂ અને મનસુખ માંડવિયાને કેબિનેટ મંત્રી તરીકે પ્રમોશન મળ્યું છે. તે ઉપરાંત જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, સર્વાનંદ સોનોવાલને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાંથી કુલ પાંચ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે, જેમાં ત્રણ નવા નામ પણ સામેલ છે.
આ અગાઉ હર્ષવર્ધન, નિશંક, ગંગવાર સહિત 11 કેન્દ્રીય મંત્રીઓએ રાજીનામા આપ્યા હતા.
મંત્રીમંડળના વિસ્તરણમાં 43 ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ કેટલાક મંત્રીઓને પ્રમોશન પણ આપવામાં આવી શકે છે. આ મંત્રીમંડળમાં ખાસ કરીને યુવાઓ તેમજ પ્રશાસનિક ક્ષમતા ધરાવતા નેતાઓને સામેલ કરવામાં આવે તેવી સંભાવના છે. તેમાં 4 પૂર્વ મુખ્યમંત્રી પણ સામેલ છે.
શપથ ગ્રહણ સમારોહ લાઇવ અપડેટ્સ
📡LIVE Now#PresidentKovind administers oath of office and secrecy to members of Council of Ministers at @rashtrapatibhvn
Watch on #PIB's
YouTube: https://t.co/djtvklRT2G
Facebook: https://t.co/p9g0J6q6qv https://t.co/FJEPKA7f8p— PIB India (@PIB_India) July 7, 2021
– પશ્ચિમ બંગાળના કુચબિહારથી સાંસદ નિશીથ પ્રામાણિકે રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
– ડો. એલ મુરૂગને રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. વકીલાતમાં પીએચડીની ડિગ્રી મેળવી છે.
– પશ્ચિમ બંગાળના અલીપુરદ્વારથી સાંસદ જોન બાર્લાએ રાજ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
– ગુજરાતના સુરેન્દ્રનગરથી લોકસભા સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા રાજ્યમંત્રી બન્યા. મોદી સરકારમાં કોળી સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે.
– મુંજપરા મહેન્દ્રભાઇ, જોહન બારલા, એલ મુરુગન, નિશીષ પ્રમાણિકએ મંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા.
– બંગાળથી મતુઆ સમુદાયથી આવતા શાંતનુ ઠાકુર રાજ્યમંત્રી બન્યા. બંગાળના બનગાંવથી ભાજપના સાંસદ છે શાંતનુ.
– બિશ્વેશ્વર ટુડૂએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ઓડિશાના મયૂરભંજથી લોકસભા સાંસદ છે બિશ્વેશ્વર.
– ડો. ભારતી પવારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ડિંડોરીથી લોકસભા સાંસદ છે ભારતી પવાર.
– ઇનર મણિપુરથી લોકસભા સાંસદ ડો. રાજકુમાર રંજન સિંહે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. ભુગોળના પ્રોફેસર રહ્યા છે રાજકુમાર રંજન સિંહ.
– પશ્ચિમ બંગાળના બાંકુરાથી સાંસદ ડો. સુભાષ સરકારે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. રામકૃષ્ણ મિશન સાથે જોડાયેલા છે ડો. સુભાષ સરકાર.
– પ્રતિમા ભૌમિકે રાજ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્રિપુરા પશ્ચિમથી લોકસભા સાંસદ છે પ્રતિમા ભૌમિક. બાયો સાયન્સમાં ગ્રેજ્યુએટ છે.
– કપિલ મોરેશ્વર પાટિલ રાજ્યમંત્રી બન્યા. મહારાષ્ટ્રના ભિવંડીથી બીજીવખત સાંસદ બન્યા છે કપિલ મોરેશ્વર. એનસીપી છોડી ભાજપમાં થયા હતા સામેલ.
– કર્ણાટકના બીધરથી સાંસદ ભગવંત ખૂબાએ રાજ્યમંત્રી તરીકે લીધા શપથ.
– ગુજરાતના ખેડાથી બીજીવાર સાંસદ બનેલા દેવુસિંહ ચૌહાણે રાજ્યમંત્રી તરીકે લીધા શપથ. કેન્દ્રીય મંત્રીમંડળમાં વધુ એક નેતાને મળી તક. બે વખત ગુજરાતમાં ધારાસભ્ય પણ રહી ચુક્યા છે દેવુસિંહ ચૌહાણ.
ગુજરાતના નેતા પુરુષોતમ રૂપાલા અને મનસુખ માંડવિયાએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.
કુલ 15 સાંસદોએ કેબિનેટ મંત્રી તરીકે લીધા શપથ
1. નારાયણ રાણે (ભાજપ), મહારાષ્ટ્ર
2. સર્બાનંદ સોનોવાલ (ભાજપ), આસામ
3. ડો. વિરેન્દ્રકુમાર (ભાજપ), મધ્ય પ્રદેશ
4. જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ) મધ્ય પ્રદેશ
5. રામચંદ્ર પ્રસાદ સિંહ (જેડીયુ) બિહાર
6. અશ્વિની વૈષ્ણવ (ભાજપ) ઓડિશા
7. પશુપતિ પારસ (એલજેપી) બિહાર
8. કિરણ રિજિજૂ (ભાજપ) અરુણાચલ પ્રદેશ (પ્રમોશન)
9. રાજકુમાર સિંહ (આર કે સિંહ) બિહાર
10. હરદીપ સિંહ પુરી (ભાજપ) (પ્રમોશન)
11. મનસુખ માંડવિયા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
12. ભૂપેન્દ્ર યાદવ (ભાજપ)
13. પુરુષોત્તમ રૂપાલા (ભાજપ) ગુજરાત (પ્રમોશન)
14. જી. કિશન રેડ્ડી (ભાજપ) તેલંગણા (પ્રમોશન)
15. અનુરાગ ઠાકુર (ભાજપ) હિમાચલ પ્રદેશ (પ્રમોશન)
મહારાષ્ટ્રથી આવતા નારાયણ રાણેએ સૌ પહેલા શપથ લીધા. આસમના પૂર્વ સીએમ સર્વાનંદ સોનોવાલે બીજા નંબરે શપથ લીધા.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ચોથા નંબરે શપથ ગ્રહણ કર્યા. મધ્ય પ્રદેશથી બીજેપીના રાજ્યસભા સાંસદ છે.
આ નેતાઓ બનશે મંત્રી
સૂત્રો અનુસાર રમેશ પોખરિયાલ નિશંકે સ્વાસ્થ્ય સંબંધી કારણોનો હવાલો આપીને રાજીનામું આપ્યું છે. નિશંક થોડા સમય પહેલા જ કોવિડ-19થી સંક્રમિત થયા હતા.
પુરષોતમ રૂપાલા તેમજ મનસુખ માંડવિયાને પ્રમોશન મળે તેવી સંભાવના છે.
મંત્રીમંડળના વિસ્તરણ વચ્ચે કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવ્યા છે કે, મંત્રીમંડળનું નહીં, સત્તાની ભૂખનો વિસ્તાર થઇ રહ્યો છે.
મોદી કેબિનેટના વિસ્તરણ પહેલા સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને રાજીનામું આપ્યું છે. અગાઉ પીએમ મોદીએ વિસ્તરણમે લઇને પોતાના નિવાસસ્થાને ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી તેમજ બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડા સાથે ચર્ચા કરી હતી.