વડોપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના નવા મંત્રીઓએ ચાર્જ સંભાળ્યો
દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. તેમજ અનેક નવા ચહેરાઓને મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે કેટલાક નેતાઓને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દરમિયાન નવા કેબિનેટ મંત્રીઓએ આજે ચાર્જ સંભાળી લીધો હતો. પહેલા કરવા વડાપ્રધાન મોદીનું મંત્રી મંડળનું કદ વધ્યું છે.
કેન્દ્ર સરકારના મંત્રીમંડળમાં 43 નવા સભ્યોએ પદ અને ગોપનિયતાના શપથ લીધા હતા. જેમાં 36 નવા ચહેરાઓનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં સાત રાજ્યમંત્રીઓની જવાબદારીઓ વદારવામાં આવી છે. દરમિયાન મનસુખ માંડવીયાએ આજે સ્વાસ્થ્ય મંત્રી તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. આરોગ્ય વિભાગ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પહેલા દિલ્હીના સાંસદ ડો. હર્ષ વર્ધન આરોગ્ય મંત્રીની જવાબદારી નીભાવતા હતા. મનસુખ માંડવીયાને હવે આરોગ્ય વિભાગની જવાબદારી આપવામાં આવી છે.
આવી જ રીતે રેલ મંત્રી તરીકે પહેલા પીયુષ ગોયલ જવાબદારી નીભાવતા હતા. તેમની જગ્યાએ હવે આ જવાબદારી અશ્વિની વૈષ્ણવને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનુરાગ ઠાકુરને માહિતી અને પ્રસારણ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. આ બંને પ્રધાનોએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો.
(Photo: Social Media)