ટોકિયો ઓલિમ્પિકઃ કોરોના મહામારીને પગલે જાહેરમાં ટાર્ચ રિલેનો કાર્યક્રમ નહીં યોજાય
દિલ્હીઃ જાપાનાના ટોકિયોમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવા માટે ભારતીય બોક્સર, હોકી ટીમ સહિતના ખેલાડીઓ પ્રેકટીસ કરીને પરસેવો પાડી રહ્યાં છે. બીજી તરફ ટોકિયોમાં કોરોના મહામારીને લઈને જાપાની સરકાર અને ગેમ્સના આયોજકો ચિંતિત બન્યાં છે. તેમજ વિવિધ ગેમ્સને જોવા માટે દર્શકોને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં ઓલિમ્પિક ટોર્ચ રિલેના જાહેર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઉદ્ધાટન પ્રસંગમાં પણ ગણતરીના ખાસ મહેમાનોને હાજરી આપવામાં આવશે.
ટોકિયોમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી જાપાન સરકાર અને ગેમ્સ આયોજકો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. કોરોનાને ફેલતો અટકાવવા માટે જાહેર માર્ગો ઉપર થનારા ટોર્ચ રિલેના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. તેમજ ગણતરીના લોકોની હાજરીમાં ટોર્ચ રિલે યોજાશે. લોકો ઘરે બેસીને જ ટોર્ચ રિલેનો કાર્યક્રમ નીહાળી શકે તે માટે લાઈવ પ્રસારણ કરવામાં આવશે. એટલું જ નહીં આયોજકોએ ઘરે બેસીને જ ટોર્ચ રિલેમાં જોડાવવા અપીલ કરી છે. આ ઉપરાંત ક્યોટો અને હિરોશીમા ખાતે યોજાનારા રિલેના કાર્યક્રમોને પણ પડતા મૂકવામાં આવ્યા છે. જાપાનની સરકારે ટોકિયોમાં વાઈરસ ઈમરજન્સી જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. ઓલિમ્પિકની લગભગ તમામ સ્પર્ધાઓ અને મેચો બંધ બારણ રમાશે.
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ગોલ્ડ મેડલ જીતવા માટે રણનીતિ તૈયર કરી છે. આ ઉપરાંત મેરીકોમ સહિતના બોક્સરો પણ તૈયારીઓ કરી રહ્યાં છે. આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ હાલ પ્રેકટીસ કરી રહ્યાં છે.