1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને દેશના યુવાનોને તૈયાર કરવાની આવશ્યકતા: PM મોદી
ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને દેશના યુવાનોને તૈયાર કરવાની આવશ્યકતા: PM મોદી

ચોથી ઔદ્યોગિક ક્રાંતિને ધ્યાનમાં રાખીને દેશના યુવાનોને તૈયાર કરવાની આવશ્યકતા: PM મોદી

0
Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ આજે દેશની ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સંસ્થાઓના ડિરેક્ટર સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણને બદલાતા વાતાવરણ અને ઉભા થતા પડકારો સાથે ગતિમાન કરવાની આવશ્યકતા છે. દેશ અને સમાજની ભાવિ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ટેકનિકલ સંસ્થાઓએ પોતાનામાં પરિવર્તન, વૈકલ્પિક તત્વો તૈયાર કરવા તેમજ નવા મોડેલો તૈયાર કરવાની આવશ્યકતા છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, આ કાર્યક્રમમાં નવનિયુક્ત શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, IIT બોમ્બે મદ્રાસ, કાનપુર તેમજ IISC બેંગ્લોર ડિરેક્ટર ઉપરાંત 100 થી વધુ ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓના વડાઓ જોડાયા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે, આગામી એક દાયકામાં આપણી ટેકનિકલ તથા રિસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થાઓ મોટી ભૂમિકા ભજવશે. તેમણે ઝડપી ટેકનિકલ ઉકેલો પ્રદાન કરવા માટે યુવા ઇનોવેટર્સની પ્રશંસા પણ કરી હતી.

વડાપ્રધાન મોદીએ ઉચ્ચ શિક્ષણ (Higher Education) અને ટેકનીકલ શિક્ષણ (Technical Education) સંસ્થાઓને કહ્યું કે ચોથી અદ્યોગિક ક્રાંતિ (Fourth Industrial Revolution) ને ધ્યાનમાં રાખી દેશના યુવાનોને તૈયાર કરવાની જરૂર છે. વડાપ્રધાને એક એવા શિક્ષણ મોડેલ અપનાવવા પર ભાર મૂક્યો જે વિદ્યાર્થીઓની જરૂરિયાતો અનુસાર શિક્ષણની તકો પૂરી પાડનારું હોય. તેમણે કહ્યું કે સસ્તું, ન્યાયી અને ગુણવત્તા આવા તત્વો શિક્ષણ મોડેલનું કેન્દ્ર હોવા જોઈએ.

વડાપ્રધાન મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઉચ્ચ શિક્ષણમાં નોંધણી રેશિયોમાં થયેલા સુધારાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે ઉચ્ચ શિક્ષણનું ડિજિટલાઇઝેશન GER ને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાને આવી સંસ્થાઓ દ્વારા ડિજિટાઇઝેશનને પ્રોત્સાહન આપવા ઓનલાઇન બેચલર અને માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ જેવી પહેલની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાને વધુમાં કહ્યું કે આપણે ભારતીય ભાષાઓમાં ટેકનીકલ શિક્ષણની ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની અને વૈશ્વિક જર્નલને પ્રાદેશિક ભાષાઓમાં ભાષાંતરિત કરવાની જરૂર છે. દેશની ટેકનોલોજી અને સંશોધન સંસ્થાઓ આગામી દાયકામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code