શારીરિક ફિટનેસ અને સારા કપડા આપણો આત્મવિશ્વાસ વધારે છે. પેટની આસપાસ ચરબી જમા થઈ હોવાથી પેટ બહાર આવે છે. જેથી સારા કપડા પણ શુટ કરતા નથી. સ્લિમ દેખાવા માટે નિયમિત કસરત અને ડાઈટની મદદ લેવી જોઈએ કારણ કે વધેલુ વજન આપના આરોગ્ય માટે હાનીકારક છે. પેટની ચરબી ઘટાડવામાં સમય લાગે છે. એટલે નીચેની ટ્રીક અજમાવવાથી આપ સામાન્યથી થોડા વધારે સ્લિમ અને પાતળા દેખાઈ શકો છે. આ ટીપ્સ માત્ર પુરુષો માટે છે જેનો અમલ કરવાથી આપમાં આત્મવિશ્વાસ વધશે.
- માપના જ કપડાં પહેરવા
અનેક લોકો એવુ માને છે કે ખુલ્લા કપડાં પહેરાથી જાડાપણ દેખાતુ નથી. પરંતુ આ વાત સાચી નથી. ખુલ્લા કપડામાં આપનું શરીર વધારે જાડુ દેખાશે. એટલે હંમેશા શરીરને ફિટ આવે તેવા જ કપડાં પહેરવા જોઈએ. જો પેટ વધારે નીકળેલુ હોયો તો ટક કરીને પહેરવું ના જોઈએ. ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ફીટ કપડાં પહેરવાનો મલતબ એવો નથી કે એકદમ ફીટ કપડાં પહેરવા, જેમાં આપને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય.
- ભપકાદાર પ્રિન્ટવાળા કપડાથી દૂર રહેવુ
અનેક લોકો પ્રિન્ટેડ કપડાં પહેરીને જમાના સાથે ચાલવા માંગે છે. પરંતુ જો પેટ બહાર નીકળેલુ હોય તો ભપકાદાર પ્રિન્ટવાળા કપડાં આપને સારા નહીં લાગે, મોટાભાગે લાઈનીંગ વાળા જ પકડા પહેરવાનું પસંદ કરવું જોઈએ. જેથી આપ સ્લિમ દેખાવાની સાથે લાંબા પણ દેખાશો.
- વી-ગળાવાળી ટી-શર્ટ્સ, સ્વેટર પહેરવું
ગોળ ગળાવાળી ટી-શર્ટ-સ્વેટરમાં આપ વધારે જાડા દેખાશો, એટલે સ્લિમ દેખાવવા માટે તમારે વી-ગળા વાળી ટી-શર્ટ્સ અને સ્વેટર પહેરવા જોઈએ. તેમજ બેલ્ટ સુધીની લંબાઈવાળા જ ટી-શર્ટ્સ અને સ્વેટર પહેરવા જોઈએ. વધારે લંબાઈવાળા કપડા માં પણ આપનું જાડાપણુ દેખાશે. આ ઉપરાંત બને ત્યાં સુધી ટી-શર્ટ્સ પહેરવાનું ટાળવું જોઈએ.
- આવી રીતે પહેરવું પેન્ટ
સ્લિમ દેખાવા માટે પેન્ટ/ટ્રાઈઝર અને જીન્સ કમરથી થોડુ નીચે પહેરવું જોઈએ. તેને વધારે ઉપર કે નીચે પહેરવાથી જાડાપણ દેખાશે. આ ઉપરાંત ઓછી લંબાઈવાળા કપડાંથી દૂર રહેવું જોઈએ. તેની જગ્યાએ તપમાસે ફૂલ લંબાઈના જીન્સ-પેન્ટ પહેરવા જોઈએ. કપડાંનો રંગ પણ આપને સ્લિમ દેખાવવામાં મદદ કરે છે. જેમકે, નેવી બ્લ્યુ, બ્લેક અને ગ્રે રંગની પેન્ટ તથા ડાર્ક રંગના કપડાંમાં તમે વધારે સ્લિમ દેખાશો.
- ક્લાસિક ફેશન ઉપર ધ્યાન આપવું
મોટાભાગે આપણે જમાની ફેશન અનુસાર ચાલીએ છીએ, એટલે આપણે ટ્રેંડિગ કપડા પહેરવાનું પસંદ કરીએ છીએ. જો આપનું વજન વધારે અને જાડાપણુ છે તો તમારે કપડા સાથે વધારે એક્સપેરિમેન્ટ ના કરવા જોઈએ. આવા લોકોએ ક્લાસિક કપડાં પહેરવા જોઈએ. પેન્ટ-શર્ટ, પેન્ટ-ટીશર્ટસ અને સૂટ વગેરેમાં વધારે સ્લિમ અને આત્મવિશ્વાસથી ભરપૂર દેખાશો.
(Photo - Social Media)