રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણયઃ શાળા-કોલેજો 15 જુલાઈથી ખોલવામાં આવશે, જો કે આ નિયનોનું કરવું પડશે પાલન
- રાજ્યમાં 15 જુલાઈથી ખુલશે શાળા-કોલેજો
- આ માટે વાલીઓની સંમતિ જરુરી
- 50 ટકાની ક્ષમતા સાથે ખુલશે શૈક્ષિક સંસ્થાઓ
- સીએમની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટી બેઠકમાં લેવાયો નિર્ણય
અમદાવાદઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર દરમિયાન તમામા શૈક્ષિકકાર્ય બેધ કરવામાં આવ્યું હતું, વધતા જતા કોરોનાના કેસોને લઈને દેશમાં આ નિર્ણય લેવાયો હતો. ત્યારે હવે ગુજરતા સરકારે વિતેલી સાંજે એક મહત્વનો નિર્ણય લીધો હતો, જે મુજબ 15 જુલાઈના રોજથી શાળઆ તથા કોલેજો શરુ કરવામાં આવશે.
કોરોનાને ધ્યાનમાં લેતા ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવી રહ્યા હતા જો કે હવે રુપાણી સરકાર દ્રારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગુજરાતમાં ૧૫મી જુલાઇ ૨૦૨૧ ગુરુવારના રોજથી ૧૨ ઘોરણના વર્ગો, પોલિટેકનીક સંસ્થાઓ તથા તમામ કોલેજો ૫૦ ટકાની ક્ષમતા સાથે શરુ કરવામાં આવશે.જો કે આ નિર્ણય. લેતા સરકારે જણાવ્યું હતું કે શાળાઓ ખોલવા માટે વાલીઓની મરજી હોવી જરુરી રહેશે, વિદ્યાર્થીઓ પોતાની મરજીથી આવી શકશે.
આ પહેલા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરાની મુલાકાતે હતા ત્યારે શાળાઓ અને કોલેજો ખોલવા અંગે જણાવ્યું હતું કે, સરકાર તમામ સ્થિતિનું આંકલન કરીને તબક્કાવાર શાળાઓ અને કોલેજોને ખોલવાની મંજૂરી આપશે.ત્યારે હવે સરકારે શઆળઆ કોલેજો ખોલવાની પરવાનગદી 15 જુલાઈના રોજથી આપી છે.