ડેલ્ટા વેરિન્ટના ભારતમાં કેસ: ત્રિપુરામાં 138 નવા કેસ તો સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં
- ત્રિપુરામાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ
- કોરોના વાયરસના સૌથી વધુ કેસ કેરળમાં
- મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ સુધરી
દિલ્લી: કોરોના વાયરસના બદલાતા સ્વરૂપ અથવા તેના સતત બદલાતા રહેતા વેરિયન્ટ સમગ્ર વિશ્વના દેશો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આવામાં ભારતમાં પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. ત્રિપુરામાં એક દિવસમાં ડેલ્ટા વેરિયન્ટના 138 કેસ નોંધવામાં આવ્યા છે. ત્રિપુરામાં જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયેલા 151 સેમ્પલમાંથી 138 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટનું સંક્રમણ મળી આવ્યું છે.
જો વાત કરવામાં આવે કુલ કોરોના વાયરસના કેસની તો મીડિયા રિપોર્ટ પ્રમાણે સૌથુ વધુ કોરોના વાયરસના એક્ટિવ કેસ હવે કેરળમાં છે. દેશના દક્ષિણ છેડે આવેલા કેરળમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બની રહી છે. શુક્રવારે કેરળમાં દેશના સૌથી વધુ 13,563 કેસ નોંધાયા હતા. બીજા સ્થાને મહારાષ્ટ્રમાં 8,992 નવા કેસ 24 કલાકમાં નોંધાયા હતા.
એક્ટિવ કેસના મામલામાં કેરળે હવે મહારાષ્ટ્રને પાછળ છોડી દીધું છે. હાલ દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ કેરળમાં છે. કોરોનાના કારણે થતા મોતની સંખ્યા પણ કેરળ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ છે.
કેન્દ્ર સરકારે શનિવારે દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે, અમે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ મેનેજમેન્ટ માટેની નેશનલ ગાઇડલાઇનનો કડકાઇથી અમલ કરવાનો આદેશ આપી ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અંતર્ગત જરૂરી તમામ પગલાં લેવા જણાવ્યું છે.