લખનૌમાં આતંકીઓ ઝડપાયા બાદ કાશીમાં હાઈએલર્ટ , એટીએસના સંપર્ક તપસાવાની કવાયત હાથ ઘરાઈ
- કાશીમાં આતંકીઓને લઈને હાઈએલર્ટ
- સુરક્ષામાં કરાયો વધારો
બનારસઃ- લખનૌના કાકોરીમાં 15 ઓગસ્ટ પહેલા કેટલાંક શહેરોમાં એટીએસની ધરપકડ અને આતંકવાદીઓ મિન્હાજ અહેમદ અને મસીરુદ્દીનની પૂછપરછ બાદ કાશીમાં હાઈએલર્ટ કરવામાં આવ્યું છે,આતંકીઓ પાસેથી કુકર બોમ્બ અને શસ્ત્રો પણ મળી આવ્યા છે. વારાણસીમાં આ પહેલા વર્ષ 2006 માં પણ બે સ્થળોએ કૂકર બોમ્બથી 18 લોકો માર્યા ગયા હતા. ડઝનેક લોકો ઘાયલ પણ થયા હતા.ત્યારે હવે આતંકીઓ ઝપડાતા કાશીમાં સુરક્ષા બમણી કરાઈ છે.
કાશી દેશનું એક એવું ધાર્મિક સ્થળ છે કે જ્યા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, આ સ્થળ આતંકીઓની નજર હેઠળ હોય છે જેનું ઉદાહરણ છે વર્ષ 2006 અને 7 માર્ચના રોજ થયેલો હુમલ, સંકટમોચન મંદિર અને કેન્ટ સ્ટેશન પર બનારસના કૂકર બોમ્બ દ્વારા બે મોટા ધડાકા કરવામાં આવ્યા હતા.ત્યારે હવે બનારસ બાદ પહેલીવાર લખનૌમાં કુકર બોમ્બ મળી આવતા બે ઇન્ટેલિજન્સ યુનિટ્સને એલર્ટ કરવામાં આવ્યા છે.
સુરક્ષાને ધ્યાનમાં લેતા વારાણસીમાં પણ એટીએસ અને અન્ય ગુપ્તચર એજન્સીઓએ તેમની પ્રવૃત્તિમાં વધારો કર્યો છે,સુરક્ષાને લઈને બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે.વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર, જ્ઞાનવાપી વિસ્તારની સુરક્ષા પહેલાથી જ હાઈએલર્ટ છે. હવે આસપાસના વિસ્તારો સહીત રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેન્ડ, ઘાટ, જાહેર સ્થળો પર સર્વેલન્સ વધારવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 15 જુલાઈએ સૂચિત મુલાકાત પહેલા લખનૌમાં આતંકવાદીઓની ધરપકડ થયા બાદ અહીં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે .